January 15, 2025

ઉતરાયણના દિવસે દોડતી રહી 108 એમ્બ્યુલન્સ, 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા

Ahmedabad: રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વચ્ચે અનેક અકસ્માતના કેસમાં પણ સામે આવે છે. જેને લઈને 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે. 108 દ્વારા ઉતરાયણના કુલ ઈમરજન્સી કોલના આંકડા સામે આવ્યા છે. 108ને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 470 વધુ છે.

મળતી માહિતી અનુસાર ઉત્તરાયણમાં પતંગની દોરીથી ગળું કપાઈ જવા ધાબા પરથી પડી જવા,પતંગ લૂંટવા જતા અકસ્માત જેવા અલગ-અલગ બનાવોમાં બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે 108 દ્વારા ઉતરાયણના કુલ ઈમરજન્સી કોલના આંકડા જાહેર કર્યા છે. સમગ્ર દિવસ દરમિયાન 4947 જેટલા કુલ કોલ આવ્યા છે. જે ગત વર્ષ કરતાં 470 જેટલા કોલ વધારે આવ્યા છે.

આ પણ વાંચો: Army Day પર PM મોદીએ દેશને સમર્પિત કર્યા 3 યુદ્ધ જહાજો, નૌકાદળની વધી તાકાત

નોંધનીય છે કે, અમદાવાદમાં સૌથી વધુ 732 કૉલ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 320, રાજકોટમાં 235, વડોદરામાં 234, ભાવનગરમાં 157, પંચમહાલમાં 134, દાહોદમાં 130, ગાંધીનગરમાં 118, વલસાડમાં 113 અને જામનગર જિલ્લામાંથી 108ની ટીમે 104 ઈમરજન્સી કૉલ રિસીવ કર્યાં છે. આખા દિવસ દરમિયાન ટૂ-વ્હીલર અકસ્માતના 585 અને ફૉર વ્હીલર અકસ્માતના 172 કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ અનુક્રમે 87 અને 34 કોલ નોંધાયા છે.