December 17, 2024

શનિવાર-રવિવારે ચાલુ રહેશે ઇન્કમ ટેક્સની ઓફિસ

Income Tax: ઇન્કમ ટેક્સની ઓફિસોમાં સામાન્ય રીતે શનિવાર અને રવિવારના રજા હોય છે, પરંતુ આ મહિનાના અંતમાં આવનારા શનિવાર અને રવિવારના દિવસે ઇન્કમટેક્સની ઓફિસો ખુલી રહેશે. આવતા અઠવાડિયે 31 માર્ચના શનિવાર અને રવિવારના દિવસે ઇન્કમટેક્સની ઓફિસો ખુલી રહેશે. મહત્વનું છેકે, ઇન્કમટેક્સ વિભાગ પાસે ઘણા લાંબા સમયથી કેટલીક અરજીઓ અને કામ બાકી છે. તેને કરવા માટે દેશભરની તમામ ઇન્કમટેક્સ ઓફિસો 29,30 અને 31 માર્ચના ખુલી રહેશે.

નહીં થાય લોંગ વિકેન્ડની અસર
માર્ચના અંતમાં લાંબો વિકેન્ડ છે. સરકારી કચેરીઓ અને બેંકો બંધ રહેશે, પરંતુ તમને જણાવી દઈએ કે રજા હોવા છતાં આવકવેરા કચેરીઓ અને આવકવેરા સેવા કેન્દ્રો ખુલ્લા રહેશે. લોકો કોઈપણ વિલંબ વિના સરળતાથી તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. તે માટે આવેકવેરા કચેરી ખુલી રહેશે. નોંધનીય છેકે, 29 થી 1 એપ્રિલ સુધી તમામ સરકારી ઓફિસો બંધ રહેશે. મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે તેમજ શનિવાર-રવિવારની રજાઓને કારણે તે ખૂબ જ લાંબો વીકએન્ડ રહ્યો છે. આવકવેરા કચેરીઓ અને આવકવેરા સેવા કેન્દ્રો રજા હોવા છતાં ખુલ્લા રહેશે.

રજાના દિવસે પણ કામ થશે
29મીથી 1લી એપ્રિલ સુધી રજા છે. 29મીએ મહાવીર જયંતિની રજા છે અને 30મી માર્ચે ગુડ ફ્રાઈડેની રજા છે. 31 માર્ચ નાણાકીય વર્ષ 2017-2018નો છેલ્લો દિવસ છે. તેથી તે દિવસે સરકારી કચેરીઓ લોકો માટે બંધ રહેશે, પરંતુ આવકવેરાની કચેરી ખુલ્લી રહેશે. તમારી પાસે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તક છે. આવી સ્થિતિમાં લોકો રિટર્ન ભરવાનું ચૂકી ન જાય તે માટે આવકવેરા વિભાગે ઓફિસો ખુલ્લી રાખી છે.