December 24, 2024

T20 વર્લ્ડ કપમાં જોવા મળી અજીબ ઘટના, વીડિયો વાયરલ

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024 ની 10મી મેચ ઓસ્ટ્રેલિયા અને ઓમાનની ટીમો વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. આ મેચનું આયોજન બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન એક અજીબોગરીબ ઘટના બની છે. આવો બનાવ પહેલા કયારે પણ જોવા મળ્યો નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

સોશિયલ મીડિયા પર વાયરલ
ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરનો મોટો ફાળો છે. તેના નામે શાનદાર અડધી સદી છે. પરંતુ આ મેચ દરમિયાન એક એવો બનાવ બન્યો કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. ડેવિડ વોર્નર આઉટ થયા બાદ પેવેલિયન તરફ જતી વખતે તે ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમનો રસ્તો ભૂલી ગયો હતો. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પેલા તેનો ડ્રેસિંગ રૂમ ભૂલી ગયો હતો. બાદમાં ભાન આવતાની સાથે તે ફરી પોતાના ડ્રેસિંગ રૂમ તરફ ગયો હતો.

સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
ઓમાન સામે રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરે 51 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા માર્યા હતા. જેમાં તેણે 56 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની 19મી ઓવરમાં આઉટ થયો હતો. ઓમાનના અનુભવી બોલર કલીમુલ્લાહે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ ઈનિંગ બાદ તે ઓસ્ટ્રેલિયા તરફથી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી.