June 29, 2024

જાણો દેશમાં ક્યારે થઈ છે મોટી રેલ દુર્ઘટનાઓ, એક અકસ્માતમાં 293 લોકો મર્યા હતા!

Rail Accident: ઓડિશાના બાલાસોર જિલ્લામાં 2 જૂને એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 293 લોકોના મોત થયા હતા. આ દિવસને ઓડિશાના લોકો ભૂલી નહીં શકે. ત્યારે ફરી એક વખત અકસ્માત થયો છે. જેમાં નિજબારી નજીક અકસ્માતમાં ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. જેમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આવી ઘટનાઓ જ્યારે જ્યારે બંને છે ત્યારેભૂતકાળમાં બનેલા બનાવો તાજા થાય છે. આવો એક નજર કરીએ આ પહેલા ક્યારે આવા અકસ્માતો થયા છે.

06 જૂન 1981: આ તે દિવસ હતો જ્યારે બિહારમાં સૌથી ભયંકર ટ્રેન અકસ્માત થયો છે. પુલ ક્રોસ કરતી વખતે ટ્રેન બાગમતી નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 750 લોકોના મોત થયા હતા.

20 ઓગસ્ટ 1995: પુરુષોત્તમ એક્સપ્રેસ ફિરોઝાબાદ પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 305 લોકોના મોત થયા છે.

26 નવેમ્બર 1998: પંજાબના ખન્ના ખાતે જમ્મુ તાવી સિયાલદાહ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ જવાથી 212 લોકોના મોત થયા હતા.

02 ઓગસ્ટ 1999: બ્રહ્મપુત્રા મેલ ઉત્તર સરહદ રેલ્વે એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. જેમાં 285 લોકો માર્યા ગયા અને 300 જેટલા ઘાયલ થયા હતા.

20 નવેમ્બર 2016: પુખરાયનમાં ઇન્દોર રાજેન્દ્ર નગર એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં 152 લોકોના મોત અને 260 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો:  બાંગ્લાદેશ સુપર-8માં પ્રવેશ્યું, ઓછો સ્કોર થતા નેપાળની હાર

09 નવેમ્બર 2002: હાવડા-રાજધાની એક્સપ્રેસ રફીગંજમાં 140 લોકોના મોત થયા હતા.

23 ડિસેમ્બર 1964: રામેશ્વરમ ખાતે ચક્રવાતમાં પમ્બન ધનુષકોડી પેસેન્જર ટ્રેન ધોવાઈ જતાં 126 મુસાફરો માર્યા ગયા હતા.

28 મે 2010: મુંબઈ જતી ટ્રેન ઝારગ્રામ નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માતમાં 148 મુસાફરોના મોત થયા હતા.

02 જૂન 2023: બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં ઓછામાં ઓછા 233 લોકોના મોત થયા હતા. આ સાથે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.