December 26, 2024

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને લઈને કડક કાર્યવાહી કરવા સૂચના આપી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરી હતી. ઋષિકેશ પટેલે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ દુ:ખદ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. રાજ્યમાં PMJAY–મા યોજના અંતર્ગત કરાતી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીના વ્યવસ્થાપનના સુદ્રઢીકરણ માટેની SOP ટૂંક સમયમાં જાહેર કરાશે.

ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં
ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ કામ કરી શકશે નહીં. હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 100, 105, 336, 61 સહિતની અન્ય કલમો અંતર્ગત સરકાર દ્વારા પોલિસ ફરિયાદ કરાશે. આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં લેવા માટે Gujarat Medical Council ને સુચના અપાશે. વઘુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ Cardiologyના કેસોની પણ ચકાસણી કરાશે.

આ પણ વાંચો: સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

કડકમાં કડક પગલાં લેવામાં આવે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા(BNS) ની કલમ 100, 105, 336 અને 61 સહિતની અન્ય કલમો અન્વયેની સરકાર તરફથી પોલિસ ફરિયાદ કરવામાં આવશે.