December 22, 2024

વડોદરામાં બેંકનું સ્ટેટમેન્ટ લેવા નીકળેલી યુવતીને રિક્ષાચાલકે પીંખી નાંખી

અંકિત ઘોનસીકર, વડોદરા: વડોદરા શહેરની એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતી યુવતી સાથે સાયબર ફ્રોડ થાય છે. જેથી તે 1930 ડાયલ કરી પોતાની ફરીયાદ નોંધાવી હતી આ સંદર્ભે યુવતિ ગતરોજ બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે નિકળી હતી, પરંતુ તેની પાસે ભાડાના રૂપિયા પણ ન હતા. તેવામાં કડકબજાર સ્થિત આ યુવતીને એક રિક્ષા ચાલક મળ્યો હતો અને તેને મદદ કરવાનુ આશ્વાસન આપી પોતાની વાતોમાં ભેળવી લીધી હતી.

યુવતી સ્ટેટમેન્ટ લેવા માટે પરત બેન્કમાં જવા નિકળી ત્યારે આ રિક્ષા ચાલકના સંપર્કમાં આવી હતી. સામાન્ય રીતે રિક્ષા ચાલકે મુસાફરો સાથે વાતચીત કરતા હોય છે. એજ રીતે આ રિક્ષા ચાલકે પણ યુવતી સાથે સંવાદ શરૂ કર્યો હતો અને તેણીએ સમગ્ર ઘટના વર્ણવી હતી. યુવતીની મુશ્કેલીનો ફાયદો ઉઠાવી રિક્ષા ચાલકે તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. બાદમાં તેને ફોન કરી વાત કરી અને તેને મદદરૂપ થવાનુ આશ્વાસન આપી પોતાની વાતમાં ભેળવી લઇ રિક્ષામાં બેસાડી દીધી હતી. રિક્ષામાં બેસાડ્યાં બાદ ચાલકે યુવતીને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાનું જણાવી તેને સયાજીગંજ વિસ્તારની ગોલ્ડન લીફ નામની હોટલમાં લઇ ગયો હતો. પરંતુ હોટલ બંધ હોવાથી હવસખોર રિક્ષા ચાલકે સમયનો ફાયદો ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો: શૈક્ષણિક શાળાના પ્રિન્સિપાલે 4 વિદ્યાર્થિનીઓની છેડતી કરી

રિક્ષા ચાલકના આ કૃત્યથી ડઘાઇ ગયેલી પીડિતાએ મદદ માટે 181નો સંપર્ક કર્યો હતો અને ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. જ્યાં બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ રિક્ષા ચાલક ગોત્રી વિસ્તારમાં રહેતો હોવાનુ જાણવા મળ્યું હતું. જે બાદ આરોપી રિક્ષાચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે.

સમગ્ર મામલે યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી રિક્ષા ચાલકનીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આરોપીના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં આરોપી પીડિતાને લઈને હોટલમાં પ્રવેશે છે.