Hathras Stampede કેસમાં રાહુલ ગાંધીએ CM યોગીને લખ્યો પત્ર, કરી આ મોટી માંગ
Rahul Gandhi Letter to CM Yogi Adityanath: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટનાને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ પત્ર દ્વારા પીડિત પરિવારની સમસ્યાઓ મુખ્યમંત્રીને જણાવી છે. આ સિવાય રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે વળતરની રકમમાં વધારો કરવામાં આવે અને પીડિત પરિવારને વહેલી તકે આપવામાં આવે. રાહુલ ગાંધીએ સીએમ યોગીને પત્ર લખ્યો છે કે દુઃખની આ ઘડીમાં તેમને અમારી સામૂહિક સંવેદના અને મદદની જરૂર છે. રાહુલ ગાંધીએ આ પત્રની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પણ પોસ્ટ કરી છે.
हाथरस में भगदड़ हादसे से प्रभावित पीड़ित परिवारों से मुलाकात कर, उनका दुख महसूस कर और समस्याएं जान कर उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी को पत्र के माध्यम से उनसे अवगत कराया।
मुख्यमंत्री जी से मुआवजे की राशि को बढ़ाकर शोकाकुल परिवारों को जल्द से जल्द प्रदान… pic.twitter.com/omrwp3QGNP
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2024
વળતર વધારવાની માંગ
રાહુલ ગાંધીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતર પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પત્રમાં મુખ્યમંત્રીને કહ્યું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક વધારવી જોઈએ. તેમજ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવારની વ્યવસ્થા થવી જોઇએ.
સ્થાનિક વહીવટીતંત્ર પર કાર્યવાહીની માંગ
રાહુલ ગાંધીએ પત્રમાં કહ્યું છે કે જ્યારે હું હાથરસ અને અલીગઢમાં પીડિત પરિવારને મળ્યો ત્યારે તેઓએ કહ્યું કે આ ઘટનામાં સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને સંવેદનહીનતા છે. આવી સ્થિતિમાં આ મામલે યોગ્ય અને પારદર્શક તપાસ થવી જોઈએ. ન્યાયની દૃષ્ટિએ પણ દોષિતોને કડકમાં કડક સજા મળે તે જરૂરી છે.