May 17, 2024

સુરેન્દ્રનગરમાં આપ-કોંગ્રેસમાં પડ્યું સૌથી મોટું ગાબડું

સુરેન્દ્રનગર: આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ વઢવાણ APMC ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહીત સરપંચો ભાજપમાં જોડાયા હતાં. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશ મકવાણા સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચોહાણ જિલ્લાના હિમાંશુ વ્યાસ જીજ્ઞાબેન પંડ્યા મોહનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર વઢવાણ APMC ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહીત સરપંચો ભાજપમાં જોડાયા હતાં. નોંધનીય છે કે, વઢવાણ શહેર ગ્રામ્ય તેમજ સુરેન્દ્રનગર શહેરના થઈને કુલ એક હજારથી વધુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યો તેમજ કાર્યકર્તાઓએ ભાજપના આગેવાન તેમજ જિલ્લા પ્રમુખ તેમજ ભાજપના આગેવાનોના હસ્તે ભાજપનો ખેશ પહેરીને ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસમાં કોઈ નેતા કે આગેવાનો અમારી વાત સાંભળવામાં આવતી ન્હોતી અને અમને ન્યાય ન્હોતો મળતો. તેથી અમારે ન છૂટકે આજે ભાજપમાં પ્રવેશ કર્યો છે. અમને વિશ્વાસ છે કે અમે આ પાર્ટી માં રજુઆત કરી શકી અને તેનું પરિણામ પણ મળશે. જ્યારે ભાજપના આગેવાનો કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર તેમજ ગુજરાતની સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીથી લોકો ખુશ છે. જેથી વધુમાં વધુ લોકો ભાજપમા જોડાઈ રહ્યા છે. આજે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમને અભિનંદન આપ્યા હતા સાથે આ લોકો ભાજપમાં જોડાવાથી પક્ષને ફાયદો થશે. તેમજ આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ સીટ ઉપર ભાજપના ઉમેદવાર વિજય થશે.