January 5, 2025

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, મોડી રાતે થયો હોબાળો

Surat: સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના બની હતી, જેમાં થોડા યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મળતી માહિતી અનુસાર સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના બની હતી, જેમાં થોડા યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યા હતા. જોકે, માહોલ વધારે ખરાબ થતા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ હોબાળા દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને જરૂર જણાય ત્યાં ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાંતિ ભંગ કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે  ગુસ્સે ભરાયેલા લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. આ ઘટના બાદ ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહીં તેમણે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં અને પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી.