May 19, 2024

નવસારીમાં યુવકે મતદાનનો વીડિયો ફેસબુક પર મુક્યો

નવસારી: મતદાનને ગુપ્ત દાનમાં ગણવામાં આવે છે. ત્યારે નવસારીમાં એક ઘટના સામે આવી છે. જેમાં યુવાને પોતાનો મત આપતો વીડિયો બનાવ્યો છે. આ સાથે તે વીડિયોને યુવાને સોશિયવ મીડિયામાં પોસ્ટ કરતા તે વાયરલ થયો છે.

વાંસદાના ઉનાઈ ગામનો યુવાન હિમાંશુ ઢિમ્મર મતદાન મથકે મતદાન કરવા સમયે પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતે કોંગ્રેસને મતદાન કરતો હોવાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે બાદ યુવાને મતદાનનો વીડિયો પોતાના ફેસબુક પર મુક્યો છે. મહત્વનું છે કે, આ યુવાન નવસારીના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો નજીકનો માનવામાં આવે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ગુપ્તના ભંગનો બે કેસ સામે આવ્યા છે. જેમાં જુનાગઢના યુવકે પણ મતદાનનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

આ પણ વાંચો: જૂનાગઢના મતદારનો પોલિંગ બૂથમાં ફોન લઈ જઈ BJPને મત આપતો વીડિયો વાયરલ

નવસારીમાં 11 વાગ્યા સુધી 23.22 ટકા મતદાન
નવસારીમાં સવારે મતદાન શરૂ થયું એ સાથે જ EVM મશીન બંધ થવાની અનેક ઘટનાઓ બની હતી. જેના કારણે દક્ષિણની બેઠકોમાં સરેરાશ નવસારીમાં ઓછી મતદાન નોંધાયું છે. 11 વાગ્યાના આંકડાઓની વાત કરીએ તો નવસારીમાં 23.22 ટકા મતદાન નોંધાયું છે.