July 1, 2024

ભૂલું પડ્યું Yogi Adityanathનું હેલિકોપ્ટર, જાણો સમગ્ર ઘટના

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના 5માં તબક્કાનું મતદાન પુર્ણ થઈ ગયું છે. હવે છઠ્ઠા અને સાતમા તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે મોટા ભાગના નેતાઓ આગામી તબક્કાની ચૂંટણીને લઈને તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બિહારમાં રેલી કરવાના હતા. આ દરમિયાન અચાનક સીએમ યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું હોવાનું સામે આવ્યું છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

હેલિકોપ્ટર સ્થળ પર પહોંચ્યું
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ખુદ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગુરુવારે ચૂંટણી પ્રચાર માટે અમે બિહાર આવી રહ્યા હતા તે સમયે હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું હતું. જે સ્થાન પર જવાનું હતું તે સ્થાન પર નહીં પરંતુ અન્ય સ્થળ પર પહોંચી ગયું હતું. યોગી આદિત્યનાથે બિહારના બે લોકસભા મતવિસ્તારોમાં જનસભાને સંબોધી હતી. સાંજે 6 વાગ્યા પહેલા રેલી યોજી હતી. બીજેપી દ્વારા યોગી આદિત્યનાથનો પ્રવાસ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી પહેલા બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં રેલી માટે જવાના હતા. ત્યાર બાદ પશ્ચિમ ચંપારણમાં રેલી સાથે તેમની યાત્રા સમાપ્ત કરવાના હતા. જોકે તેનાથી અલગ થયું. સીએમ યોગીનું હેલિકોપ્ટર રસ્તો ભટકીને પહેલા પશ્ચિમ ચંપારણ પહોંચી ગયું હતું.

આ પણ વાંચો: Delhi પોલીસ કરશે આજે Kejriwalના માતા-પિતાની પૂછપરછ

અનામતનો ભંગ કરવાની તૈયારીઓ
ચૂંટણી સભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે આ વખતે ફરી એક વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. અહિંયાની જનતાનો ઉત્સાહ જોઈને સ્પષ્ટ થાય છે કે ફરી એક વાર કમળ ખીલશે તે નક્કી છે. આ સાથે યોગીએ લાલુ પ્રસાદ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લાલુજીએ કહ્યું છે કે તેઓ મુસ્લિમોને ઓબીસી આરક્ષણ આપશે. અનામતને લઈને પણ તેમણે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ બંનેએ તમારી અનામતનો ભંગ કરવાની તૈયારીઓ કરી છે. ભાજપના વખાણ કરતા તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી તેમની યોજનાઓને પૂર્ણ થવા દેશે નહીં.