November 22, 2024

લાડી ફિલિપાઈન્સની સાયબો અંકલેશ્વરનો, બંનેની સોશિયલ મીડિયાએ બનાદી જોડી

Social Media: તમે જ્યારે નવા યુગલને જોવો છો ત્યારે ચોક્કસ એમ બોલતા હશો કે ભગવાને શું જોડી બનાવી છે. ‘ રબને બનાદી જોડી’ પણ આપણે કહેતા હોઈએ છીએ. આજે અમે તમને એ યુગલની વાત કરવાના છીએ જેમની જોડી સોશ્યલ મીડિયાએ બનાવી છે. આ યુવક અને યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી સાત સંમદર પાર પ્રેમ થયો અને આખરે સોશિયલ મીડિયાએ જોડી બનાવી દીધી છે.

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં 15 દિવસમાં 50 થી વધુ નળની થઈ ચોરી

ફિલિપાઈન્સની યુવતી સાથે થયો પ્રેમ
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયાએ જોડી બનાવી દીધી છે. યુવતી ફિલિપાઈન્સની છે અને યુવક અંકલેશ્વરનો છે. સોશિયલ મીડિયાથી બંને સંપર્કમાં આવ્યા અને હાલ બંનેએ મેરેજ કરી લીધા છે. ભલે આપણે એવું કહીએ કે સોશિયલ મીડિયાએ જોડી બનાવી દીધી પરંતુ બની શકે છે કે ભગવાને તેને માધ્યમ બનાવીને સાત સંમદર પાર આ બંને પ્રેમિઓને જોડ્યા હોય. બન્નેએ લગ્ન કરવાનું નક્કી કરતા યુવાન યુવતીને લેવા ફિલિપાઈન્સ ગયો હતો. અંકલેશ્વર આવી બન્નેએ ભારતીય સંસ્કૃતિ અનુસાર મેરેજ કર્યા છે.