September 29, 2024

ગરમીથી ત્રાહિમામ: હીટવેવની આગાહીને પગલે શાળામાં વેકેશન લંબાવવા રજૂઆત

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યમાં વધતી ગરમીને લઇને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. આ વચ્ચે હવે વેકેશન લંબાવવા રજુઆત કરવામાં આવી છે. આ રજુઆત શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચતા વેકેશન લંબાવવા માગ કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે દિવાળી વેકેશનમાં એક સપ્તાહ કાપ મૂકી ઉનાળુ વેકેશન લંબાવવા માંગ કરી છે.

મળતી માહિતી અનુસાર વધતી ગરમીને લઇને લોકો પરેશાન છે. ત્યારે શાળા સંચાલક દ્વારા વેકેશન લંબાવવા રજુઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે હીટવેવની આગાહીને પગલે એક અઠવાડિયું વેકેશન લંબાવવું જોઇએ.. ઉલ્લેખનીય છે કે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. જેથી તેમણે રજુઆત કરી છે કે દિવાળી વેકેશનમાં એક સપ્તાહ કાપ મૂકી ઉનાળુ વેકેશન લંબાવવું જોઇએ. CBSE શાળાઓ પણ 22 જૂન પછી શરૂ થઈ રહી છે તો ગુજરાત બોર્ડ પણ મોડી શરૂ થવી જોઈએ.

આ પણ વાંચો: ગરમીથી ત્રાહિમામ: હીટવેવની આગાહીને પગલે શાળામાં વેકેશન લંબાવવા રજૂઆત

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા ગરમીને લઇને આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 2 દિવસ પાટણ, કચ્છ બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની સ્થિતિ જોવા મળી શકે છે. 25થી 30 કિમીની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. આવનારા સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતના ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદનું આગમન થઈ જશે.