December 23, 2024

નશામાં ધૂત પોલીસકર્મી અકસ્માત સર્જી ફરાર, દંપતિ સહિત બે બાળકો હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હાલ અમદાવાદના ખોડિયારનગર પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. જી.બી શાહ કોલેજ પાછળ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમા બાઈક સવાર દંપતિ સહિત બે બાળકોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે. જેમા આ ચારેય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ ગંભીર રીતે ઘાયલ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં મોડી રાતે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા બાઇક સવાર કપલ સહિત બે બાળકોને કાર ચાલકે અડફેટે લીધા હતા. હાલ તે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, અકસ્માત કરનાર કાર ચાલક પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસ કર્મી દારૂના નશામાં હોવાના આક્ષેપ પણ કર્યા છે. અકસ્માત કરી દારૂના નશામાં ધૂત પોલીસ કર્મી અકસ્માત કરી ફરાર થઇ ગયો છે.

આ પણ વાંચો: રફ્તારના રાક્ષસ : સિંધુભવન પર ગંભીર અકસ્માત, એકનું મોત

વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર નંબર પ્લેટ વગરની અને પોલીસ બોર્ડ લખેલી વેગેનાર કાર દ્વારા આ અકસ્માત સર્જ્યો છે. આ મામલે હાલ ટ્રાફિક પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.