January 18, 2025

24 કલાકમાં 2000 રૂપિયા સસ્તું થયું સોનું, ભાવ 70000ની નીચે

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી સોનામાં તેજી ચાલી રહી હતી. એ સમયે સોનાનો ભાવ 73 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો હતો, પરંતુ શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ ફરી સોનામાં ભારી ઘટાડો આવ્યો હતો. જેના કારણે તેનો ભાવ 70,451 પર આવી ગયો હતો. એટલે કે સોનાના ભાવમાં 2 હજારનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

લગ્ની સિઝનમાં સોના ચાંદીની ખરીદી કરનારાઓને મોટી રાહત મળી છે. ગોલ્ડની સાથે MCX પર ચાંદીના ભાવમાં પણ ત્રણ દિવસમાં ઘટીને 80 હજાર રૂપિયા નીચે આવી ચૂક્યો છે. સિલ્વરના ભાવામાં પણ શુક્રવારે એટલે કે 19 એપ્રિલના 83,507 રુપિયા પ્રતિ કિલો હતું. જે આજે ઘટીને 3926 રુપિયા પ્રતિ કિલો ઘટીને 79,581 રુપિયા થયું છે.

આ પણ વાંચો: ખેડબ્રહ્મામાં ક્ષીરજામ્બા માતાજીનાં 54મા પાટોત્સવની ઉજવણી

સોનાના ભાવમાં કેટલો ઘટાડો?
શુક્રવારે એમસીએક્સ પર સોનું 72806 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોમવારે સોનું રૂ.1,300 ઘટીને રૂ.71,522 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આજે સોનું રૂ.746 ઘટીને રૂ.70451 પર ટ્રેડ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ત્રણ દિવસમાં સોનાના ભાવમાં 2355 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે.

વૈશ્વિક બજારમાં સોનું કેટલું ઘટ્યું?
વૈશ્વિક બજારની વાત કરીએ તો, શુક્રવારે મોટી ઉથલપાથલ દરમિયાન અમેરિકન બજારોમાં સોનું 2% ઘટીને $2,341.9 પ્રતિ ઔંસ થયું હતું, જે એક વર્ષમાં તેનો સૌથી મોટો દૈનિક ઘટાડો હતો. સોમવારે સોનાનો દર ઔંસ દીઠ $2370 હતો જે આજે ઘટીને $2306 પ્રતિ ઔંસ થયો છે.

સોના-ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?
ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા ઓછી થવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. આ સાથે ઈરાન-ઈઝરાયલ યુદ્ધના વધતા ડરને કારણે પીળી ધાતુ અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. જોકે, હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો ડર ઓછો થઈ ગયો છે, જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.