January 16, 2025

જેલમાં બંધ ઈમરાન ખાનની વધી મુશ્કેલીઓ, હવે લાગ્યા આ નવા આરોપો

Pakistan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્નીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે ઈસ્લામાબાદના રામના પોલીસ સ્ટેશનમાં જેલમાં બંધ ઈમરાન અને તેની ફરાર પત્ની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન અર્ધલશ્કરી દળોના મોત બાદ બંને વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે. ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પીટીઆઈ સમર્થકની કાર સાથે અકસ્માતમાં ત્રણ અર્ધલશ્કરી દળના જવાનો માર્યા ગયા હતા અને એક ઘાયલ થયો હતો. રેન્જર્સ અધિકારીની ફરિયાદ બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તેમની પત્ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલાનું આયોજન અદિયાલા જેલમાં કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અર્ધલશ્કરી દળોની હત્યા ઈમરાનની સૂચના બાદ કરવામાં આવી હતી.

જેલમાં યોજના બનાવી
એફઆઈઆર મુજબ, આ સમગ્ર યોજના જેલમાં બંધ પીટીઆઈ નેતાઓ અને કેટલાક કેદીઓ વચ્ચેની બેઠક દરમિયાન બનાવવામાં આવી હતી. જેનું મુખ્ય લક્ષ્ય સુરક્ષા દળોને નિશાન બનાવવાનું હતું. એફઆઈઆરમાં ષડયંત્રના ઘણા સાક્ષીઓની ઓળખ કરવામાં આવી છે, જેમાં જેલની અંદર કેદીઓ, મજૂરો અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ મામલો, વોન્ટેડ રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બુશરા બીબી, અલી અમીન, ઓમર અયુબ, વકાસ અકરમ, સલમાન અકરમ રાજા, મુરાદ સઈદ, ઝુલ્ફી બુખારી, રઉફ હસન, હમ્માદ અઝહર અને અન્ય સહિત પીટીઆઈ નેતૃત્વએ આ યોજનાને અંજામ આપવા માટે સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.