ઈમરાન ખાનનો જીવ જોખમમાં, સેનાએ જીવિત રહેવા માટે આપ્યા ત્રણ વિકલ્પ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરાબીબીને પાકિસ્તાનની એક કોર્ટે તોશાખાના કેસમાં 14 વર્ષની સજા કરી હતી. ઇમરાન ખાનની સાથે સાથે તેમની પત્નીને પણ સજા ફટકારવામાં આવી હતી જો કે સજા બાદ બુશરાબીબીએ આત્મસમર્પણ કરી દીધું હતું. ઈમરાન ખાનને જેલમાં ધકેલી દીધા બાદ તેમની મુસીબતો અટકી નથી. ઈમરાન ખાનના નજીકના ડૉ.સલમાન અહેમદે આ દાવો કર્યો છે કે ઈમરાન ખાનનો જીવ જોખમમાં છે. ઇમરાન ખાન પહેલાં સત્તા ગુમાવી હતી. ત્યારબાદ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને હવે 8મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે તેમનું નામાંકન પણ રદ કરવામાં આવ્યું છે. પાકિસ્તાની સેના ઇમરાનને સંપૂર્ણપણે ગાયબ કરવા માંગે છે. બીજી બાજુ ઈમરાન ખાનને જીવિત રહેવા માટે પાકિસ્તાની સેનાએ ત્રણ વિકલ્પ આપ્યા છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર સેના દ્વારા આપવામાં આવેલ પહેલો વિકલ્પ એ છે કે ઈમરાન પાકિસ્તાનની જનતાની ઔપચારિક રીતે માફી માંગે અને રાજકારણથી દૂર રહે અને તેમના પરિવારના સભ્યોને નોમિનેટ કરીને ચૂંટણીના રાજકારણનો ભાગ બનવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઈમરાનનો બીજો વિકલ્પ બની ગાલામાં જ રહે અને તેની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાન (PTI)ની ચૂંટણીમાં ભાગ ન લેઇ શકે. નોંધનીય છે કે ખાને પાર્ટીનું ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટ ગુમાવ્યાના અઠવાડિયા પછી 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી જાહેરાત કરી હતી.
સેના ઈમરાનથી ડરે છે
ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને તેમની સાથે ભ્રષ્ટાચારના કેસમાં સજા ફટકારવામાં આવી છે. ઈમરાન ખાનને ત્રીજો વિકલ્પ આપવામાં આવ્યો છે કે તેઓ ત્રણમાંથી કોઈપણ એક ઉમેદવારને પીએમ પદ માટે નોમિનેટ કરે અને નામ જાહેર કરે. સલમાન અહેમદના કહેવા મુજબ ઈમરાને કોઈપણ ઓફર સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે ઈમરાનને એક લોકપ્રિય નેતા ગણાવ્યો છે, પાકિસ્તાનના 95 ટકા લોકો પસંદ કરે છે અને સેના ઈમરાનથી ડરે છે. તેમણે કહ્યું કે ઈમરાન ખાન ઝૂકશે નહીં અને સત્ય માટે ઊભા રહેશે.
આ પણ વાંચો : ઈમરાન ખાનને બે દિવસમાં બે વખત સજા
ઈમરાન જેલમાં જ રહેશે
પાકિસ્તાનની એક કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સિવાય દંપતીને 10 વર્ષ સુધી કોઈ પણ જાહેર પદ સંભાળવા પર રોક લગાવવામાં આવી છે. તેના પર 78.7 કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા પાકિસ્તાનની વિશેષ અદાલતે ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને સ્ટેટ સિક્રેટના ઉલ્લંઘનના આરોપમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી.