December 19, 2024

દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

દિલ્હી: હાલ દેશના તમામ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. જેમાં દિલ્હી, યુપી અને બિહારમાં વરસાદની સંભાવના છે. દિલ્હી એનસીઆરમાં ઝરમર વરસાદ અને યુપીમાં ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવો જાણીએ ગુજરાતમાં શું છે આગાહી.

સ્થિતિ જોવા મળશે નહીં
ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે. લોકોને ચેતવણી આપી છે કે તેઓ કામ વગર ઘરની બહાર ના નિકળે. ઝારખંડમાં તો 8મા ધોરણ સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દિલ્હીમાં ગઈ કાલે તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું એટલે કે 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ અઠવાડિયે દિલ્હી-એનસીઆરમાં હીટ વેવની સ્થિતિ જોવા મળશે નહીં. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે. આગામી 10 દિવસમાં કોઈ હીટ વેવની કોઈ શક્યતા દિલ્હીમાં જોવા મળી રહી નથી.

આ પણ વાંચો: દેશના આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી, જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે

યુપી-બિહાર હવામાન
યુપીના હવામાનની વાત કરવામાં આવે તો આગામી 5મેથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. 5તારીખથી તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં 5 મે સુધી હીટવેવ યથાવત જોવા મળી શકે છે. બિહારના ઘણા જિલ્લાઓમાં આજથી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, મરાઠવાડા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગઈ કાલે દેશના ઘણા વિસ્તારમાં તાપમાન 43-46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજ વાળા પવન ફૂંકાશે. જેના કારણે તાપમાન વધી શકે છે. 7મી તારીખે તાપમાનમાં વધારો આવશે. જેમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. રાજ્યના તમામ વિસ્તારમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. અંબાલાલ પટેલીની આગાહી પ્રમાણે મે મહિનામાં તાપમાન વધારે રહેશે. જેમાં રોજ તાપામાનનો પારો 40 ડિગ્રી પાર રહેશે.