ગભેણી ગામની સરકારી પડતર જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવોને દૂર કરાયા

સુરતઃ ગભેણી ગામની સરકારી પડતર જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવોને દૂર કરવામાં આવ્યા છે. 55,000 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરાયા છે. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેર ઉધનાના મામલતદાર એ.આર. નાયક તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ હતી.

ગભેણી ગામમાં મેગા ડિમોલીશન હાથ ધરાયું હતું. જેમાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉધના મામલતદાર તથા મનપા અને સચીન GIDC પોલીસના સહયોગથી ડિમોલેશ દૂર કરાયું હતું. ગભેલી ગામની 41.25 કરોડની સરકારી જમીનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા.