November 14, 2024

કેરી બેગ માટે પૈસા લેવા Ikeaને પડ્યુ ભારે, 50 ઘણો લાગ્યો દંડ

અમદાવાદ: શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે કોઈ સ્ટોર કે મોલમાં સામાન લેવા ગયા હો અને તમારી પાસે કેરી બેગના પૈસા લેવામાં આવ્યા હોય. આવા કેસ ઘણી વખત કંપનીઓ માટે ભારે પડી શકે છે. હૈદરાબાદમાં એક એવો જ મામલો સામે આવ્યો છે. જેમાં 20 રુપિયાની કેરી બેગ માટે ફર્નિચર સ્ટોર ચેન આઈકિયાને 50 ટકા ગણો દંડ દેવો પડ્યો છે. હૈદરાબાદમાં એક ગ્રાહકે આઈક્યાથી 816 રુપિયાનો સામાન ખરીદ્યો. એ સમાનને ઘરે લઈ જવા માટે 20 રુપિયાની કેરી બેગ લીધી. જેના પર આઈકિયાનો લોકો લાગેલો હતો. ગ્રાહકે કંપનીની કેરી બેગ માટે પૈસા વસુલ કરવાની ફરિયાદ જિલ્લા ક્ઝ્યુમર ફોરમમાં કરી. જ્યાં કંપની પર 1000 રુપિયાનો દંડ લાગ્યો.

આ પણ વાંચો: મહેસાણા લોકસભા બેઠકનો ઇતિહાસ, જાણો તમામ માહિતી

કંપની કેરી બેગથી કરે છે પ્રચાર
ગ્રાહકે પોતાની દલીલમાં કહ્યું કે, કંપની સમાન લઈ જવા માટે બેગ નહોતી આપી. આથી મજબૂરીમાં કેરી બેગ ખરીદવી પડી. કંપનીએ કેરી બેગ પર પોતાનો લોગો છાપી રાખ્યો હતો. આ રીતે કંપની પોતાનો પ્રચાર કરી રહી છે. આથી તેના માટે પૈસા લેવા એ અયોગ્ય છે. આથી તેના પર દંડ ફટકારવામાં આવ્યો. તેના જવાબમાં આઈકિયા દ્વારા જવાબ આવ્યો કે, અમે ગ્રાહકોને ઘરેથી કેરીબેગ લાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, પરંતુ કંઝ્યુમર ફોરમે આઈકિયાની દલીલ નહીં માન અને લોગો વાળા બેંગ માટે પૈસા વસુલવા પર 1000 નો દંડ ફટકારવામાં આવ્યો.

5,000 પણ ચૂકવવા પડશે
ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમે કંપનીને હૈદરાબાદમાં ફોરમના કન્ઝ્યુમર લીગલ એઇડ ફંડમાં 5,000 રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ કંપનીને 45 દિવસમાં આદેશનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો આમ કરવામાં ન આવે તો 5,000 રૂપિયા પર વાર્ષિક 24 ટકાના દરે વ્યાજ વસૂલવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કોર્ટનો આ આદેશ 8 એપ્રિલે આવ્યો હતો. અગાઉ સ્પેન્સર સુપરમાર્કેટમાં પણ આવી જ ઘટના બની હતી. ત્યારે એક ગ્રાહકે સ્ટોરમાંથી કોલ્ડ ડ્રિંક અને ચોકલેટ ખરીદી હતી અને તેને મળેલા બિલમાં કેરી બેગ માટે 5 રૂપિયા લેવામાં આવ્યા હતા. તે પ્લાસ્ટિકની થેલીની બંને બાજુએ સ્પેન્સર સુપરમાર્કેટનું નામ પણ છપાયેલું હતું. આ કેસમાં પણ ગ્રાહકની તરફેણમાં નિર્ણય આવ્યો હતો.