December 31, 2024

NIRF રેન્કિંગમાં IIT મદ્રાસ નંબર-1 સંસ્થા, IIM અમદાવાદ ટોચની મેનેજમેન્ટ સંસ્થા

NIRF Ranking 2024: શિક્ષણ મંત્રાલય તરફથી આજે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2024 ની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારત મંડપમથી આ જાહેરાત કરી હતી. આ વખતે પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ ટોપ પર રહી છે. NIRFની સત્તાવાર વેબસાઇટ nirfindia.org પર આ રેન્કિંગ ચેક કરી શકાય છે.

આ વખતે નવમું રેન્કિંગ આવ્યું છે, જે 13 વિવિધ કેટેગરીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્થાન આપે છે. સરવાળે, યુનિવર્સિટી, કોલેજ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, મેડિકલ અને આર્કિટેક્ચર કોલેજ કેટેગરીનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સમગ્ર NIRF રેન્કિંગમાં 10મા ક્રમે છે. IIT મદ્રાસ સતત છઠ્ઠા વર્ષે ટોચ પર છે.

NIRF રેન્કિંગ 2024 અનુસાર, 5 યુનિવર્સિટીઓની યાદીમાં IISc બેંગ્લોર ટોચની પ્રથમ સ્થાને છે. JNU બીજા સ્થાને, જામિયા મિલિયા ઈસ્લામિયા ત્રીજા સ્થાને, મણિપાલ યુનિવર્સિટી ચોથા સ્થાને અને BHU પાંચમા સ્થાને છે. AIIMS દિલ્હી મેડિકલ એજ્યુકેશનમાં માટે શ્રેષ્ઠ છે, IIT રૂરકી આર્કિટેક્ચર માટે ટોચ પર છે. જો ફાર્મસીની વાત કરીએ તો જામિયા હમદર્દ યુનિવર્સિટી ટોપ પર છે. NIRF 2024 મુજબ, IIM અમદાવાદ ભારતની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા છે. IISc બેંગ્લોરની ટોચની ભારતીય યુનિવર્સિટી તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે IIT મદ્રાસને ટોચની એન્જિનિયરિંગ સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે.

NIRF Ranking 2024માં આ સંસ્થાઓ ઓવરઓલ કેટેગરીમાં ટોચ-10માં

  1. IIT મદ્રાસ
  2. IISc બેંગલુરુ
  3. IIT મુંબઈ
  4. IIA દિલ્હી
  5. IIT કાનપુર
  6. AIIMS દિલ્હી
  7. IIT ખડગપુર
  8. IIT રૂરકી રૂરકી
  9. IIT ગુવાહાટી
  10. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)