લિપસ્ટિક લગાવવાના કારણે તમારા હોઠ ફાટી જાય છે તો જરૂર વાંચો
અમદાવાદ: દરેક છોકરી અને મહિલાને મેકઅપ કરવું પસંદ છે. આમ તો મેકઅપમાં ઘણા પ્રોડક્ટ હોય છે, પરંતુ સૌથી જરૂરી છે લિપસ્ટિક. તેને લગાવ્યા વગર છોકરીઓનો મેકઅપ લૂક કંપ્લીટ નથી થતો. તો બીજી તરફ ઘણી છોકરીઓને મેકઅપ લગાવવાનું મન નથી થયું તેઓ માત્ર લિપસ્ટિક લગાવીને પણ પોતાના લૂકને થોડો હાઈ ટ્ચ આપી દે છે. ઘણી વખત લિપસ્ટિક લગાવવાના કારણે છોકરીના હોઠ ફાટી જાય છે. ગરમી હોય કે શિયાળો. આ સમસ્યા દરેક ઋતુમાં મહિલાઓને રહે જ છે. જો તમારા પણ હોઠ લિપસ્ટિક લગાવવાથી ફાટી જાય છે તો આ કેટલીક ટિપ્સ છે.
હોઠને મોઈસ્ચરાઈઝ કરો
તમે લિપસ્ટિક લગાવો કે ના લગાવો તમારા હોઠને મોઈસ્ચરાઈઝ જરૂર કરો. આવુ કરવાથી લિપસ્ટિક લગાવ્યા બાદ તમારા ફોટ ફાટેલા નહીં લાગે. આ માટે જરૂરી છે કે તમે સારી રીતે હોઠને મોઈસ્ચરાઈઝ કરો. હોઠને હંમેશા મોઈસ્ચરાઈઝ રાખવા માટે દિવસ દરમિયાન બેથી ત્રણ વખત લીપબામ લગાવનો. જો તમારા હોઠ વધારે ડ્રાઈ રહેતા હોય તો લીપ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. સમગ્ર દિવસ દરમિયાન ઓછામાં ઓછા 2 વખત લીપ ઓઈલનો ઉપયોગ જરૂર કરો.
આ પણ વાંચો: કેરી બેગ માટે પૈસા લેવા Ikeaને પડ્યુ ભારે, 50 ઘણો લાગ્યો દંડ
હોઠને રાખો હાઈડ્રેટેડ
લિપસ્ટિકમાં રહેલા કેમિકલ્સ ઘણી વાર લિપ્સને ડ્રાઈ કરી નાખે છે. આથી લિપસ્ટિક લગાવ્યા બાદ પણ હોઠને હાઈડ્રેટેડ રાખો. આથી તમે લિપસ્ટિકની સાથે લીપ ઓઈલ પણ લગાવો. આથી તમારા હોઠ ડ્રાઈ નહીં થાય.
હોઠને આપો ફ્લોલેસ લૂક
લિપસ્ટિક લગાવ્યા બાદ પોતાના લિપ્સને ફ્લોલેસ લૂક દેવા માંગો છો તો જરૂરી છે કે તમે ઋતુ પ્રમાણે લિપસ્ટિક લગાવો. જો તમારા હોઠ વધારે ડ્રાઈ રહેતા હોય તો મેટ લિપસ્ટિક લગાવવાથી બચવું જોઈએ. મેટ લિપસ્ટિક તમારા હોઠને વધારે ડ્રાઈ કરી નાખે છે. હોઠ હંમેશા ગ્લોઈંગ અને સાઈની દેખાય એ માચે ગ્લોસી લિપસ્ટિકનો ઉપયોગ કરવો. તમે મેટ લિપસ્ટિક લગાવ્યા બાદ ગ્લોસી લિપસ્ટિક લગાવી શકો છો.