January 3, 2025

ઉનાળામાં પણ તમારા પગ ફાટે છે તો શરૂ કરો આ ઉપાય

અમદાવાદ: દરેક વ્યક્તિ પોતાની સુંદરતાને વધારવા માટે અનેક પ્રયોગો કરે છે. મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તમારો ચહેરો ગ્લોઈંગ હોય પણ પગની સ્કિન ડ્રાય અને પેની ફાટી ગઈ હોય તો તમારો સમગ્ર લૂક ખરાબ થઈ જાય છે. આથી જ તમારે તમારા હાથ અને પગ પર પણ ખુબ જ ધ્યાન આપવું જરૂરી છે. તમે તમારા પગની સુંદરતાને વધારવા માટે પેડિક્યોર કરાવી શકો છો અથવા તો ઘરેલુ નુસ્કાઓથી પણ તમારા પગની સુંદરતાને વધારી શકો છો.

ફૂટ સ્ક્રબનો ઉપયોગ કરો
જો તમારા પગની પેનીમાં તિરાડ પડવા લાગી હોય અથવા ત્વચાના મૃત કોષો દેખાય છે. તે તમે પગમાં સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. ફુટ સ્ક્રબ અથવા એક્સફોલિએટિંગ સ્ક્રબનો ઉપયોગ ખાસ કરીને પગ માટે કરવામાં આવે છે. તમે ઘરે પગ માટે સ્ક્રબ બનાવી શકો છો. આ માટે તમારે કોફી, ખાંડ, ઓટમીલ જેવી તમામ સામગ્રીનો ઉપયોગ કરીને પેસ્ટ તૈયાર કરવી પડશે. એ પેસ્ટથી તમારા પગની મસાજ કરવી. તે હીલ્સને નરમ કરવામાં અને ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

ગ્લિસરીન
જો પગની એડીમાં તિરાડ દેખાય તો તેનાથી રાહત મેળવવા માટે તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચાને ભેજવાળી રાખે છે. આ ઉપરાંત તે ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તમે તેને દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી ફાટેલી હીલ્સ પર લગાવી શકો છો. જો તમે થોડા દિવસો સુધી દરરોજ તેનો ઉપયોગ કરશો તો તમને ફરક દેખાશે.

આ પણ વાંચો: ‘ખતરો છે કે આપણા યુરોપની મોત થઇ શકે છે’, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કેમ આવું કહ્યું?

પેડિક્યોર કરવું
પગની સફાઈ માટે પેડિક્યોર ખૂબ જ જરૂરી છે. જે તમે ઘરે પણ કરી શકો છો. તેના માટે તમારે નવશેકા પાણીના ટબમાં અડધો કપ લીંબુ, એક ચમચી મીઠું અને થોડું ગુલાબજળ મિક્સ કરવું પડશે. હવે તેમાં પગને 10 થી 15 મિનિટ સુધી તેમાં ડૂબાડી રાખો. એ બાદ તમારા પગને પ્યુમિસ સ્ટોનથી ઘસો. જે ચામડીમાં રહેલા મૃત કોષોને દૂર કરવામાં મદદ થશે. તમારા પગ સુકાઈ જાય પછી મોઈશ્ચરાઈઝર લગાવો.