યુવાનીમાં તમારા હાડકાઓ થઈ ગયા છે નબળા, તો આ ફૂડ વધારશે કેલ્શિયમ

Health Tips: આપણા શરીરના તમામ અંગો કોઈ પણ દર્દ વગર સારી રીતે કામ કરે તે માટે આપણા હાડકાઓ અને માંસપેશીઓ મજબુત રીતે ચાલે એ ખુબ જરૂરી છે. હાડકાઓમાં નબળાઈ અને સાંધાઓમાં દુઃખાવાની સમસ્યા પહેલાના સમયમાં મોટો ઉંમરના લોકોમાં થતી હતી. જે આજના સમયમાં 25 કે 30 વર્ષની ઉંમરના યુવાનોમાં પણ જોવા મળે છે. હાડકાઓ કોઈ પણ ઉંમરે નબળા થઈ શકે છે. કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપના કારણે માંસપેશીઓ અને હાડકાઓમાં દુઃખાવો થાય છે. જો તમને પણ નાના ઉંમરે આજ રીતે હાડકાઓમાં દુઃખાવો થઈ રહ્યો હોય તો આજે મારા માટે કેટલાક ફૂડ્સ અને ડાયટ લઈને આવ્યા છીએ.
ડેરી ઉત્પાદનો ઉપયોગ કરો
જ્યારે કેલ્શિયમની વાત આવે તો સૌપ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે દૂધ છે. મજબૂત હાડકાં રાખવા અથવા સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે બાળકોથી લઈને પુખ્ત વયના દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાં એક ગ્લાસ દૂધ લેવું જોઈએ. આ સિવાય દહીં અને પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં પણ કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે.
તમારા આહારમાં ઇંડાને સ્થાન આપો
ઈંડાને પોષક તત્વોનું પાવર હાઉસ પણ માનવામાં આવે છે. તેના સફેદ ભાગમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જ્યારે તે વિટામિન ડી અને કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. આથી સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરવા માટે, તમારા આહારમાં ઇંડાનો સમાવેશ કરો.
શાકાહારી લોકો માટે મશરૂમ શ્રેષ્ઠ વિકલ્પ
મશરૂમ શાકાહારી લોકો માટે વિટામિન ડીથી સમૃદ્ધ ખોરાકનો સારો વિકલ્પ છે. તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર, વિટામિન બી, સી પણ સારી માત્રામાં મળી આવે છે.
બદામ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે
કેલ્શિયમથી ભરપૂર બદામ ફક્ત તમારા હાડકાંને જ મજબૂત બનાવતી નથી, તે તમારા હૃદય અને મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં સારી ચરબી જોવા મળે છે. દરરોજ સવારે પલાળેલી બદામ ખાવી ફાયદાકારક માનવામાં આવે છે.