ઉનાળામાં ઈલેક્ટ્રિક કારની રેન્જ વધારવા ઈચ્છો છો?
અમદાવાદ: ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોને હવે ઈલેક્ટ્રિક વાહનની ખરીદી કરવી પસંદ આવી રહી છે. ઉનાળો આવી ગયો છે તો તમે તમારી ઈલેક્ટ્રિક કારની સંભાળ કેવી રીતે રાખશો? જો તમારી પાસે પણ ઈલેક્ટ્રિક કાર છે તો અમે તમારા માટે મહત્વની માહિતી લઈને આવ્યા છીએ.
તાપમાન વધવા લાગ્યું
ભારતમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ મોટી સંખ્યામાં વધી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઉનાળામાં ઇલેક્ટ્રિક કારની સંભાળ રાખવી ખુબ જરૂરી છે. અમે આજે તમને એવી ટીપ્સ જણાવવાના છીએ કે જેના થકી તમે તમારી ઇલેક્ટ્રિક કારની સંભાળ રાખી શકો છો.
ઝડપી ચાર્જ કરશો નહીં
જેમના પાસે ઇલેક્ટ્રિક કાર છે તેઓને વારંવાર ચાર્જ કરવાની આદત થઈ જતી હોય છે. પરંતુ તમે તમારી કારની બેટરીની લાઈફ વધારવા માંગો છો? ઝડપી ચાર્જર કરતાં સામાન્ય ચાર્જરને ચાર્જ કરવામાં ખુબ વધારે સમય જતો હોય છે. ખાસ વાત પણ એ છે કે વાહનની બેટરી અને રેન્જ વધારવામાં પણ તે મદદ કરે છે. આ સાથે ઉનાળાના સમયમાં કોઈપણ ઈલેક્ટ્રિક કારને સંપૂર્ણ ચાર્જ કરવી જોઈએ નહીં. જો તમે એવું કરો છો તો તમારી બેટરીને અસર થઈ જશે. ઉનાળામાં જ્યારે બેટરી 10 ટકા હોય અને 80 ટકા સુધી ચાર્જ કરવી જોઈએ.
કારને ખુલ્લામાં પાર્ક કરશો નહીં
ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે તમારી કારની સંભાળ રાખવા માટે તમારે કારને ખુલ્લામાં પાર્ક કરશો નહી. જો તમારી કાર ઉપર સૂર્યપ્રકાશનો તાપ લાગે છે તો કારનું તાપમાન વધે છે. જેના કારણે તાત્કાલિક તો નહીં પરંતુ થોડા સમય બાદ તમારી કારને અસર પડે છે. તાપના કારણે તમારી બેટરીની રેન્જ પણ ઓછી થઈ જાય છે. જેના કારણે સતત તાપમાં ગાડી રહેવાના કારણે તમારી કારની બેટરી ખરાબ થઈ શકે છે.
ઓછો ઉપયોગ
ઉનાળામાં ઇલેક્ટ્રિક કારની રેન્જ સુધારવા માટે અચાનક સ્પીડ વધારવી ઘણી નુકશાન કરી શકે છે. જો તમારે પણ ઝડપથી બ્રેક લગાવવાની આદત છે તો તેની અસર તમારી કારની રેન્જ પર અસર થઈ શકે છે. મોટાભાગની કારમાં રિજનરેટિવ ટેક્નોલોજી આપવામાં આવે છે. જેના કારણે બેટરી ચાર્જ થવા લાગે છે અને રેન્જ વધારવામાં મદદ કરે છે. આ તમામ માહિતી તમે તમારી કાર માટે ઉપયોગ કરી શકો છો. જેના કારણે ઉનાળામાં તમે પણ સેફ અને તમારી કાર પણ સેફ રહેશે.