December 24, 2024

T20 World Cup 2024ની ટિકિટ લેવી હોય તો આ કામ ચોક્કસ કરો

T20 World Cup 2024 Ticket: T20 વર્લ્ડ કપ 2024નું આયોજન આ વર્ષે જૂન મહિનામાં થવા જઈ રહ્યું છે. આઈસીસીએ આ ટૂર્નામેન્ટ શેડ્યૂલની પહેલાથી જ જાહેરાત કરી દેવામાં આવી છે. વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં આયોજિત થવાનો છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં પહેલીવાર ક્રિકેટની મોટી ટુર્નામેન્ટ રમાવાની છે.

તક ગુમાવશો નહીં
ICC હેડ ઓફ ઈવેન્ટ્સ ક્રિસ ટેટલીએ કહ્યું: “અમે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ટિકિટો લોન્ચ કરવા માટે ઉત્સુક છીએ. ટિકિટ માટે અરજી 01 ફેબ્રુઆરીથી 07 ફેબ્રુઆરી સુધી તમે કરી શકો છે. વધુમાં કહ્યું કે “29 દિવસમાં 55 મેચોમાં 20 ટીમો હરીફાઈ કરીને અત્યાર સુધીના સૌથી મોટા T20 વર્લ્ડ કપનો ભાગ બનવાની તમારી તક ગુમાવશો નહીં.”

આ પણ વાચો: જય સતત ત્રીજાવાર બન્યા ACCના શહેં ‘શાહ’, શુભેચ્છાઓની સુનામી

અરજી કરવાની આ શ્રેષ્ઠ તક
https://tickets.t20worldcup.com ની મુલાકાત લો . એકાઉન્ટ રજીસ્ટર કરો અથવા લોગિન કરો. તમે જે મેચ જોવા માંગો છો તેની ટિકિટ પસંદ કરો અને તમે ઇચ્છો તેટલી રમતો માટે તમે મેચ દીઠ 6 ટિકિટ સુધી પસંદ કરી શકો છો. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ચીફ એક્ઝિક્યુટિવ જોની ગ્રેવ પણ ટિકિટ બેલેટ પ્રક્રિયાને લઈને ઉત્સાહિત હતા. ગ્રેવે કહ્યું, “આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ને માત્ર 121 દિવસ બાકી છે, T20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ક્રિકેટ ચાહકો માટે 55માંથી એક રમત માટે મેચ ટિકિટ માટે અરજી કરવાની આ શ્રેષ્ઠ તક છે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

વિશ્વાસ ન આવ્યો
સરફરાઝ ખાને છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી ન થવાને કારણે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે સરફરાઝને આખરે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલ વીડિયોમાં સરફરાઝ ખાને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં તેની પસંદગી થયા બાદ તેના પરિવારના સભ્યો ખૂબ જ ભાવુક થઈ ગયા છે. આ મારા પિતાની સાથે મારા માટે પણ ગર્વની વાત છે કે હું એવા દેશની રાષ્ટ્રીય ટીમનો ભાગ બન્યો છું જ્યાં કરોડો લોકો આ રમતનેપ્રેમ કરે છે. હું પણ મારા પિતા માટે ખૂબ જ ખુશ છું.