નવરાત્રિમાં વ્રત કરો છો તો જરૂર વાંચો આ ટિપ્સ
અમદાવાદ: નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ આપણામાંથી મોટાભાગના લોકોએ ઉપવાસ કરવાના પણ શરૂ કરી નાખ્યા હશે. ચૈત્રી નવરાત્રિ 9 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ચાલશે. ઉપવાસ કરવાના અનેક ફાયદા છે. તેના કારણે શરીર ડિટોક્સિફાઈ થાય છે. આ સાથે ઉપવાસ કરવાના કારણે થાક અને સુસ્તી પણ અનુભવાય છે. જો તમે પણ આ નવ દિવસ ઉપવાસ કરવાના છો તો આ ઉનાળામાં શરીરની એનર્જીનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.
વ્રત સમયે હેલ્ધી ફૂડ ખાઓ
વર્ત સમયે એવા ફુડ ખાવા જોઈએ જે તમારા શરીરમાં એનર્જી અને ન્યૂટ્રિશએશન મળે. આ માટે વ્રત સમયે હંમેશા હેલ્ધી ફૂડ ખાવા જોઈએ. જેમાં તમે ઋતુ અનુસાર ફળો લઈ શકો છો. આ ફળોમાં ઘણા પ્રકારના ન્યૂટ્રિએટ્સ હોય છે. જે તમને આખો દિવસ એક્ટિવ અને એનર્જેટિક રાખવામાં મદદ કરે છે. આ સાથે જ બે ગ્લાસ દુધી કે દુધથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. આ ઉપરાંત ડ્રાયફૂડને પણ ખાવા જોઈએ.
વધારે સમય માટે પેટ ખાલી ના રાખો
લાંબા સમય સુધી ખાલી પેટ રાખવું પણ યોગ્ય નથી. લાંબા સમય સુધી ખાલી પેટ રહેવાના કારણે તમને શરીરની અંદરથી નબળાઈ આવી ગઈ હોય તેવો અનુભવ થાય છે. થાક અને માથામાં દુખાવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આથી વ્રતમાં પણ દર 2 કલાકે કંઈને કંઈક ખાવું જોઈએ.
આ પણ વાંચો: નેતાઓને ખાસ હેલ્થ ટિપ્સ, 45 મિનિટથી વધુનું ભાષણ ન આપો
શરીરને હાઈડ્રેટેડ રાખો
જ્યારે તમે વ્રત રાખો છો. ત્યારે શરીરમાં હાઈડ્રેશનનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાના આ તડકામાં તેનું સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ. તમારે સતત પાણી પીતા રહેવું જોઈએ. આ સાથે લીંબુ પાણી કે ફ્રૂટનું તાજુ જ્યુસ પણ પીવું જોઈએ.
ઘણા લોકો નવરાત્રિના ખાલી પેટે ઉપવાસ કરતા હોય છે. તેઓ આખો દિવસ ખોરાક કે ફળાહાર પણ નથી કરતા. આ તમામ વસ્તુઓ સ્વાસ્થય માટે ખુબ જ નુકસાન કારક છે. આખો દિવસ ખાલી પેટ રહેવાના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. તેની જગ્યાએ વ્રત દરમિયાન સારા પ્રમાણમાં ન્યૂટ્રિએન્ડ ફૂડ ખાવા જોઈએ.