December 16, 2024

તમે નકલી બદામ તો નથી ખાઈ રહ્યાને?, આ રીતે કરો ચેક

અમદાવાદ: બદામ રોજ ખાવી જોઈએ, તેનાથી યાદશક્તિ વધે છે. ઘણી હદ સુધી આ એકદમ સાચું છે, કારણ કે બદામમાં રહેલા ગુણો તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે તમારા મગજ માટે પણ ફાયદાકારક છે. બદામમાં કેલ્શિયમ અને ઓમેગા 3 ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેમાં ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, રિબોફ્લેવિન, વિટામિન ઈ જેવા ઘણા પોષક તત્વો પણ હોય છે, પરંતુ હાલ બજારમાં નકલી બદામ આવી રહી છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કે નકલી અને અસલી બદામ કેવી રીતે ઓળખવી.

તમે બદામને ઘસીને ઓળખી શકો છો
જો તમે બજારમાં બદામ ખરીદવા જઈ રહ્યા છો, તો તેના રંગ પર ધ્યાન આપો. જો તમને સામાન્ય કરતા ઘાટો રંગ લાગે તો તેને ટીશ્યુ પેપરમાં ઘસો. નકલી બદામ રંગ છોડી દેશે.

આ પણ વાંચો: વાળને લાંબા કરવા માટે ડુંગળીમાં ઉમેરો આ વસ્તુઓ….

આ રીતે બદામને ઓળખો
બદામના અનેક ફાયદાકારક છે. તેના તેલથી લઈને ત્વચાની સંભાળ સુધી દરેક વસ્તુમાં બદામનો ઉપયોગ થાય છે. હવે આ બદામ સાચી છે કે નહીં તે તપાસવા માટે એક બદામને તોડીને તેને તમારા હાથ પર ક્રશ કરો. સાચી બદામ તમારા હાથ પર તેલ છોડી દે છે. જેનાથી એ પણ ખબર પડે છે કે બદામ બહુ જૂની નથી અને તેનું તેલ પણ સુકાયું નથી.

સ્વાદ પરથી ઓળખો
જો તમે બદામ ખરીદતા હોવ તો દુકાનદાર પાસેથી બે થી ચાર બદામ લઈ તેનો સ્વાદ ચાખી શકો છો. તેનો સ્વાદ તમને વાસ્તવિક અને નકલી ઓળખવામાં મદદ કરી શકે છે. જો કે આ ટ્રીકમાં ભેળસેળવાળી બદામનો ભોગ બની શકીએ છીએ, કારણ કે કેટલીક બદામ સારી તો કેટલીક નબળી ગુણવત્તાની હોઈ શકે છે.

પાણીમાં પલાળ્યા પછી
બદામને પાણીમાં પલાળીને બાઉલમાંથી બહાર કાઢ્યા બાદ ચેક કરો કે પાણીનો રંગ બદલાયો છે કે નહીં. જો બદામની છાલ પાણીમાં રંગ છોડે છે તો બની શકે કે તેના પર સિન્થેટિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ સાથે જો બદામ સારી રીતે ફૂલે તો પણ તે સાચી હોઈ શકે છે.