ITR ફાઇલ કર્યું નથી તો તમારી પાસે હવે રિટર્ન ફાઇલ કરવાનો આ છે વિકલ્પ
ITR: સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ આ વખતે લંબાવવામાં આવી નથી. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. હવે તમે 31 ડિસેમ્બર, 2024 સુધી દંડ ભરીને તમારું રિટર્ન ફાઈલ કરી શકો છો.
ગેરલાભ ચોક્કસ છે
નિયત તારીખ પછી રિટર્ન ફાઈલ કરવાના ગેરફાયદા ચોક્કસ છે. 1 ઓગસ્ટ, 2024 થી, વ્યક્તિઓ FY24 માટે તેમના ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે જૂની ટેક્સ વ્યવસ્થાને પસંદ કરી શકાતી નથી. વર્તમાન આવકવેરા કાયદા હેઠળ નવી કર વ્યવસ્થા એ ડિફોલ્ટ કર વ્યવસ્થા હોય છે. તો તમે જૂના ટેક્સના નિયમ હેઠળ ઉપલબ્ધ કર મુક્તિઓનો દાવો કરી શકતા નથી.
આ પણ વાંચો: રિચાર્જ પ્લાનની કિંમતો ફરી વધી શકે છે! કેન્દ્રીય બજેટમાં આ મોટી જાહેરાત
દંડ પણ ભરવો પડશે
જો તમે 31 જુલાઈ સુધીમાં તમારું રિટર્ન ફાઈલ કરી શક્યા નથી, તો હવે તમે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં તમારી પેનલ્ટી ભરીને ITR ફાઈલ કરવાનું રહેશે. જેમાં 5,000 રૂપિયાના દંડની સાથે બાકી ટેક્સ પર 25-50% દંડનું વ્યાજ ચૂકવવું પડે છે. અપડેટેડ ITR ફાઇલ કરવાથી ટેક્સ પેમેન્ટ વધી શકે છે. ટેક્સ નિષ્ણાતોના મતે, ITR ફાઇલ ન કરવાના ઘણા ગેરફાયદા છે. જેમાં દંડ, નોટિસ વગેરેનો સમાવેશ થાય છે.