પહેલી વખત લોંગ ડ્રાઈવ કે સેલ્ફ ડ્રાઈવ કરતા હોવ તો ફોલો કરો ટિપ્સ, રાઈડ મેમોરેબલ બની જશે એ પાક્કું
Driving Long Distance: એવા ઘણા લોકો હોય છે જેઓ બાયરોડ ટ્રિપ કરવા માટે ઓલવેઈઝ થનગનતા હોય છે. ખાસ કરીને કૉલેજમાં અભ્યાસ કરતા યુવાનોને આવી ટ્રિપ વધારે પસંદ હોય છે. કેટલાક લોકોને તો આ રોડટ્રિપના એવા ચાહક હોય છે કે, ટ્રાવેલલક્ષી ચેનલ અને રોડટ્રિપ કરનારા ઈન્ફ્લૂએન્ઝર્સને ફોલો કરતા હોય છે. લોંગ ડ્રાઈવનું જેટલું એક્ઝાઈટમેન્ટ હોય છે એટલી જ એની કેર પણ કરવી પડે છે. ખાસ કરીને પોતાનું વાહન લઈને જનારાઓ માટે કેટલી અહીં ટિપ્સ આપવામાં આવી છે. સેલ્ફ ડ્રાઈવ કરીને ફેમિલી સાથે આવનારા દિવાળી ફેસ્ટિવલમાં કોઈ પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ ટિપ્સ તમને કામ આવી શકે છે.
કાર ફિટનેસ
લોંગ ડ્રાઈવ પર જતા પહેલા કારનું ચેકઅપ કરાવવું અનિવાર્ય છે. કારની ફિટનેસ સારી હશે તો અડધા રસ્તા કાર તમને ક્યાંય ખોટી રીતે હેરાન નહીં કરે. કારમાં કોઈ નાનામાં નાના ફોલ્ટ સાથે બહાર નીકળું એક જોખમી સવારી સાબિત થઈ શકે છે. બને ત્યાં સુધી કારનું એકવખત ચેકઅપ કરાવીને જ ડ્રાઈવ શરૂ કરવી જોઈએ. એન્જિન, ઓઈલ, બ્રેક, એસી અને હેડલાઈટને ખાસ ચેક કરાવીને નીકળવું જોઈએ. 3થી 4 કલાકની ડ્રાઈવ બાદ કારની હેડલાઈટ સાફ કરી નાંખવી જોઈએ.
આ પણ વાંચો: MG Windsor EV: ફીચર્સ અને સ્પેસ મન મોહી લેશે, નામ પાછળ પણ એક સ્ટોરી
સ્પેર વ્હિલ
ડ્રાઈવ શરૂ કરતા પહેલા ટાયરનું પ્રેશન અવશ્ય ચેક કરવું જોઈએ. ટ્યુબલેસ ટાયર અત્યારે મોટાભાગની કારમાં આવતા હોય છે. આ સાથે ગાડીમાં પંચર માટેની કીટ પણ સાથે રાખવી જોઈએ. આ ઉપરાંત થોડો વૉશિંગનો સામાન પણ સાથે રાખવો જોઈએ. આનાથી ફાયદો એ થાય છે કે, એક કે બે દિવસના વિરામ બાદ ફરી કાર ડ્રાઈવ કરવાનું થાય તો કાર એ જ ફિટનેસ સાથે દોડી શકે. ડ્રાઈવ શરૂ થતા પહેલા કારમાં એક નાનકડું સ્પ્રે કરી દેવાથી અંદરની એર ફ્રેશ રહે છે. સીટ પર કોઈ ઓછાડ કે સીટકવર પર પાતળું એવું કપડું રાખીને બેસવાથી લોંગ ડ્રાઈવમાં આરામદાયક ફીલિંગ્સ આવે છે.
ફોન હોલ્ડર
માર્કેટમાં ઘણા સારા એવા મેગ્નેટિક ફોન હોલ્ડર મળે છે. આ કારમાં ફીટ કરી દેવાથી સરળતાથી મેપ અનુસાર રૂટ કરી શકાય છે. ખાસ કરીને કોઈ અજાણી જગ્યા પર પહેલી વખત જતા હોઈએ ત્યારે આ મેપ ખૂબ જ કામ આવે છે. વારંવાર ફોન ચેક કરવો ડ્રાઈવિંગ દરમિયાન જોખમી રહે છે. આ કારણે હોલ્ડરમાં રાખી દેવાથી ફોન પણ સેફ રહે છે અને કાર ડ્રાઈવિંગમાં પણ ધ્યાન આપી શકાય છે.