December 22, 2024

 ‘…ભરોસો નહી હોય તો સુધારો ક્યારે આવશે ?’ : ગેનીબેન ઠાકોર 

GENIBEN - NEWSCAPITAL

વિધાનસભા ગૃહમાં આજરોજ બજેટની પૂરક માગણીની ચર્ચા દરમિયાન કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગેનીબેને રાજ્યમાં શિક્ષણ વ્યવસાથ, સરકારી કચેરીઓના જર્જરિત મકાનો, નબળા બ્રિજ સહિતના વિવિધ મુદ્દા ઉઠાવી સરકારને પ્રશ્નો કર્યા હતા. સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ જોબ વર્ક ફળવવાના મામલે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.

શિક્ષણ વ્યવસ્થા સાવ પડી ભાંગી છે – ગેનીબેન ઠાકોર  

બજેટની પૂરક માગણીની ચર્ચા દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, નવા બ્રિજ અને બની રહેલા બ્રિજ પડી જાય છે અને લોકોના મૃત્યુ થાય છે, છતાં આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારી કચેરીઓના મકાનો પણ જર્જરિત હાલતમાં છે, કેટલાક મકાન તો બંધ કરવા પડ્યા છે. શિક્ષણ વ્યવસ્થા વિષે વાત કરતાં તેમણે કાગયું કે, રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સાવ પડી ભાંગી છે, બાળકોને ભણાવવા માટે પૂરતા ઓરડા નથી, શાળાઓમાં શિક્ષકો નથી. તેમણે કહ્યું કે, શિક્ષણમાં સુધારો લાવવો ખૂબ જરુરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, 182 ધારાસભ્યો, સચિવોએ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા જોઈએ. જો આપણે આપણા બાળકોને સરકારી શાળાઓમાં ભણાવીશું તો જ સુધારો આવશે. આપણને જ એમા ભરોસો નહી હોય તો સુધારો ક્યારે આવશે ?GENIBEN - NEWSCAPITAL

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

કોંગ્રેસના ધારાસભ્યોના સરકાર પર ગંભીર આરોપ

પોતાના વિસ્તરમાં વિવિધ વિકાસ કામોના જોબ વર્ક ફાળવવા બાબતે ગેનીબેને કહ્યું કે, સરકારે હજુ સુધી એકપણ કામના જોબવર્ક અમને ફાળવ્યા નથી. તેમણે સરકાર પર વાલાદવલાની નીતિનો આરોપ લગાવ્યો હતો. ધારાસભ્ય અનંત પટેલે પણ ગેનિબેનની વાતને સહમતિ આપતા કહ્યું કે, અમને પણ જોબવર્ક ફાળવવામાં આવ્યા નથી.