શ્વાસ સંબંધિત સમસ્યા છે, તો હોળી રમતા પહેલા રાખો ધ્યાન
Holi 2024: રંગોના તહેવાર હોળીની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર તેની સાથે ઘણી બધી ખુશીઓ લઈને આવે છે. વિવિધ પ્રકારની મીઠાઈઓ, રંગો અને લોકો હોળીને વધુ ખાસ બનાવે છે. જો કે, હોળીના ઉત્સાહ વચ્ચે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જે લોકો પહેલાથી જ અસ્થમા, બ્રોન્કાઇટિસ અથવા ફેફસાના રોગ જેવા શ્વાસ સંબંધીત સમસ્યાઓ ધરાવતા હોય તેઓએ વધુ સતર્ક બનવું જોઈએ. હોળીના દિવસે દરેક જગ્યાએ ઉડતા રંગો શ્વાસ સંબંધી સમસ્યાઓથી પીડિત લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. વાતાવરણમાં ફેલાયેલા ગુલાલને કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
રંગ અને ગુલાલ શ્વાસ સંબંધી સમસ્યાઓ વધારે
અસ્થમાએ ફેફસાનો ગંભીર રોગ છે. જે વાયુમાર્ગને સાંકડી અને સોજોનું કારણ બને છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને છાતીમાં દુઃખાવો થાય છે. ઘણી પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓને લીધે અસ્થમાના દર્દીઓને આરોગ્ય સંબંધીત જોખમ રહેલું છે.
હોળી અને અસ્થમાની સમસ્યા
હોળીના તહેવાર દરમિયાન અસ્થમાના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ગુલાલને કારણે હવામાં પ્રદૂષણ વધે છે. જેના કારણે ઉધરસ અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે. હોળીના રંગોમાં સીસું અને ઘણા ઝેરી પદાર્થોનો હોય છે. જેના સંપર્કમાં આવવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ ઉભી ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
શ્વાસના દર્દીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
હોળી દરમિયાન શ્વાસના દર્દીઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હોલિકા દહન દરમિયાન શ્વાસ સંબંધીત સમસ્યાઓ ધરાવતા લોકોએ ધુમાડાથી દૂર રહેવું જોઈએ. હોળીના દિવસે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. જેથી હવામાં રહેલા પ્રદૂષકોથી બચી શકાય. રંગોથી પણ દૂર રહો, ચહેરા અને નાકની આસપાસના રંગોને તરત જ સાફ કરો. શ્વાસની દવાઓ પ્રત્યે બેદરકાર ન રહો, હંમેશા તમારી સાથે ઇન્હેલર રાખો.