September 30, 2024

છત્તીસગઢમાં નક્સલીઓના ઠેકાણામાંથી IED વિસ્ફોટક જપ્ત, સર્ચ ઓપરેશનમાં મોટી સફળતા

Chhattisgarh: છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓના ઠેકાણામાંથી દારૂગોળો અને ઘણા હથિયારો મળી આવ્યા છે. આ ઘટના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોના મોટા ઓપરેશન દરમિયાન બની હતી. આ અંગે બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) સુંદરરાજે જણાવ્યું કે આ ઓપરેશન શનિવારે રાત્રે દંતેશપુરમ, ભંડારદરા, નાગારમ અને કોરાજગુડાના જંગલોમાં શરૂ કરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત સંગઠનની કોન્ટા એરિયા કમિટી સાથે સંકળાયેલા નક્સલવાદીઓની હાજરીની માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન નક્સલવાદીઓના ઠેકાણામાંથી એક મઝલ લોડિંગ બંદૂક, એક ટિફિન બોમ્બ, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)માં વપરાતી સ્વીચ, 49 સિરીંજ, ફટાકડા, મોબાઇલ ચાર્જર, માઓવાદી બેનર તેમજ દવાઓ મળી આવી હતી. . એટલું જ નહીં આ દરમિયાન બીપીએલ કંપનીનું એક ટેલિવિઝન પણ ઝડપાયું હતું. સુરક્ષા દળો જ્યારે નક્સલવાદી વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે દંતેશપુરમ ગામ પાસેની પહાડીઓમાં નક્સલવાદીઓના ઠેકાણામાંથી આ ટીવી મળી આવ્યું હતું.

પોલીસ મહાનિરીક્ષકએ કહ્યું કે જે ટીવી મળ્યા છે તે બતાવે છે કે નક્સલવાદીઓના કેટલાક મોટા નેતા અહીં રહે છે, કારણ કે મોટાભાગના ટીવી જેવા ઉપકરણો તેમના માટે જ લાવવામાં આવે છે. IGPએ વધુમાં કહ્યું, ‘અમે અગાઉની નક્સલ વિરોધી કામગીરીમાં લેપટોપ, પ્રિન્ટર અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો રિકવર કર્યા હતા પરંતુ કદાચ પહેલીવાર ટેલિવિઝન મળી આવ્યું છે. આ વિસ્તારમાં ધામા નાખતા વરિષ્ઠ અને મોટા નેતાઓ માટે તે લાવવામાં આવ્યું હોઈ શકે છે અથવા તેઓએ તેને કેટલાક ગ્રામજનો પાસેથી લૂંટી લીધું હોઈ શકે છે.

આ પણ વાંચો: કોસીએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ: દરભંગામાં કોસી નદીનો પશ્ચિમી બંધ તૂટતા અનેક વિસ્તારો પાણી-પાણી

સુરક્ષા દળોનું નક્સલ વિરોધી અભિયાન
આ ઘટના વિશે માહિતી આપતાં સુંદરરાજે કહ્યું કે રાજ્ય પોલીસની બંને એકમોના સૈનિકો, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને બસ્તર ફાઇટર્સ આ ઓપરેશનમાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે આ અભિયાન દંતેશપુરમ, ભંડારદરા, નાગારમ અને કોરાજગુડાના જંગલોમાં ચલાવવામાં આવ્યું હતું. આઈજીપીએ કહ્યું કે દંતેશપુરમમાં સુરક્ષાકર્મીઓની ગતિવિધિઓને જોતા નક્સલવાદીઓએ પોતાનો સામાન છુપાવીને ભાગી છૂટ્યા. વિસ્તારની શોધખોળ દરમિયાન નક્સલવાદીઓએ છુપાવેલી આ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.