December 26, 2024

ગગનયાન મિશનના ચારેય અવકાશયાત્રીઓ આવ્યા સામે

તિરુવનંતપુરમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતના સ્પેસ મિશનને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં આજના દિવસે મોદી ગગનયાન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓનો પરિચય કરવામા આવ્યા છે. તમને જણાવી દઈએ કે જયારથી ગગનયાનની જાહેરાત કરવામાં આવી ત્યારથી તેમાં જનાર પાઇલટ્સની માહિતી ગુપ્ત રાખવામાં આવી હતી.

પસંદગી કરવામાં આવી
ઈસરોના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ભારતીય વાયુસેનામાં ટેસ્ટ પાઈલટ તરીકે સેવા આપતા અને વિંગ કમાન્ડર અથવા ગ્રુપ કેપ્ટનના પદ પર સેવા આપતા 4 લોકોની આ મિશન માટે પસંદગી કરવામાં આવી છે. પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા આ વ્યકિતીઓને પસંદ કરવામાં આવ્યા છે. જોકે હજૂ સુધી પુરા નામની જાહેરાત કરવામાં આવી નથી.

ગગનયાનની ઘોષણા
પ્રધાનમંત્રી મોદી આજે તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પહોંચ્યા હતા. આ સમય દરમિયાન વડાપ્રધાન આ પાઇલટ્સને પહેલીવાર જાહેરમાં મળ્યા છે. 2018 માં મિશન ગગનયાનની ઘોષણા કરવામાં આવી હતી. સેંકડો પાઇલટોએ ભારતના પ્રથમ અવકાશયાત્રી બનવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેમાં ઘણા પરિણામ તપાસ કરવામાં આવ્યા હતા. 12 પાઇલટ્સમાંથી છેલ્લા ચારની પસંદગી કરવામાં આવી હતી. આ 4 પાઇલટ્સને તમામ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં શારીરિક અને તકનીકી તાલીમ દેશના સશસ્ત્ર દળો અને ઈસરોની વિવિધ સંસ્થાઓમાં ચાલુ છે.