2028ના ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની વાપસી, 6 ટીમો ભાગ લેશે

LA 2028 Olympics: લાંબા સમય પછી ક્રિકેટ ઓલિમ્પિકમાં પરત ફરવા જઈ રહ્યું છે. આ વાતની પુષ્ટિ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કરી છે. જેમાં 6 પુરુષ અને 6 મહિલા ક્રિકેટ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેશે.

આ પણ વાંચો: રાશિદ ખાન કે સુનીલ નારાયણ, IPLના ઇતિહાસમાં શ્રેષ્ઠ સ્પિનર ​​કોણ છે?

મેચ કયા ફોર્મેટમાં રમાશે?
એક માહિતી પ્રમાણે LA ઓલિમ્પિક ગેમ્સ 2028 માં ક્રિકેટ મેચ T20 ફોર્મેટમાં રમાવાની છે. જેમાં 90 પુરુષ અને 90 મહિલા ક્રિકેટરોને રમવાની તક મળશે. જેમાંથી ઓલિમ્પિક રમતોમાં તેમના 15 ખેલાડીઓને મેદાનમાં ઉતારવાની છૂટ છે. સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ વધુ 4 રમતોનો સમાવેશ થાય છે. જોકે એ વાત નક્કી થઈ નથી કે લોસ એન્જલસમાં કયા સ્થળોએ ક્રિકેટ મેચો યોજાશે. LA ઓલિમ્પિક ગેમ્સ 2028 ની શરૂઆતની નજીક ક્રિકેટ શેડ્યૂલ જાહેર થવાની શક્યતા છે.