આઈસ્ક્રીમ કપમાં કપાયેલી આંગળી મળી, કંપનીએ કર્યો ખુલાસો
Human Finger Found In Ice Cream: આજના સમયમાં મોટા ભાગના લોકો બહારની વસ્તુ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તમે સતત બહારની વસ્તુ ખાય રહ્યા છો તો તમારા જીવન સાથે તમે રમત રમી રહ્યા છો. મુંબઈમાં એક ડોક્ટરને યમ્મો આઈસ્ક્રીમ ખાતી વખતે માણસની કપાયેલી આંગળી મળી આવી હતી. આ બાદ ડોક્ટરે મલાડ પોલીસને ફરિયાદ કરી હતી. આ યમ્મો આઈસ્ક્રીમ ગાઝિયાબાદની કંપનીનો હતો. પોલીસ હાલ બાબતની તપાસ કરી રહી છે.
મલાડ પોલીસમાં ફરિયાદ કરી
મુંબઈમાં એક ડોક્ટરને આઈસ્ક્રીમ ખાતી વખતે માણસની કપાયેલી આંગળી મળી આવી હતી. આ ડોક્ટરની ઉંમર 26 વર્ષીય છે. તેણે તેની બહેન સાથે એક એપ દ્વારા આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. આ સમયે તેણે યુમ્મો મેંગો ફ્લેવરના આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. થોડા સમય પછી આ આઈસ્ક્રીમનો ઓર્ડર મળ્યો હતો જેમાં માનવ આંગળીનો ભાગ હતો જેમાં નખ પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabadમાં યુવકે અમેરિકા જવા લગાવ્યો જુગાડ, પોલીસે દબોચી લીધો
યુમ્મોના પ્રવક્તાએ કહી આ વાત
યુમ્મોના પ્રવક્તાએ આ વિશે વાત કહી છે. અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાંથી ઉત્પાદન બંધ કરી દીધું છે. અમે ત્યાં બનેલા ઉત્પાદનોને અલગ કરી દીધા છે. અમે આ મામલાની તપાસમાં પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપીશું. પોલીસ અધિકારીએ પણ માહિતી આપતા જણાવ્યું કે અંગુલીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
આઇસક્રીમની ફરિયાદ કરી
ફરિયાદીએ ઇન્સ્ટાગ્રામ યુમ્મો કંપનીના ઓફિશિયલ પેજ પર પણ ફરિયાદ કરી હતી. જેમાં કસ્ટમર કેરે તેમને કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરવામાં આવશે. એક રિપોટ પ્રમાણે આ આઈસ્ક્રીમ રેપર પર ઉત્પાદનની તારીખ 11 મે 2024 છે જ્યારે એક્સપાયરી તારીખ 10 મે 2025 છે. આ ઉત્પાદન લક્ષ્મી આઈસક્રીમ પ્રાઈવેટ લિમિટેડ, ગાઝિયાબાદ દ્વારા બનાવવામાં આવ્યું હતું. પોલીસે ફરિયાદીના આધારે આઈપીસી કલમ 272 અને 273, 336 નોંધવામાં આવી છે. હાલ આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.