December 24, 2024

બાંગ્લાદેશની સ્થિતિને કારણે ICCની ચિંતા વધી, World Cup શિફ્ટ થવાના એંધાણ

ICC Women’s T20 World Cup: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન 3 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં થવાનું છે. પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થવાના માત્ર બે મહિના પહેલા જ ત્યાંની સ્થિતિ ખુબ બગડી છે. હવે ICC હવે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટનું આયોજન બીજે ક્યાંક કરવાનું વિચારી રહી છે.

ચિંતા વધારી દીધી
5 ઓગસ્ટે બાંગ્લાદેશમાં આંતરિક સુરક્ષામાં અચાનક કથળેલી સ્થિતિએ પણ ICCની ચિંતા વધારી દીધી છે. બાંગ્લાદેશમાં લાંબા સમયથી શેખ હસીના સરકાર વિરુદ્ધ દેખાવો કરતા જોવા મળી રહ્યા છે. આખરે હસીનાએ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. તેણે દેશને પણ છોડી દીધો છે. ત્યાંની સેનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સત્તા સંભાળી લીધી છે, પરંતુ ICC ત્યાં 2 મહિના પછી યોજાનારી મહિલા T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Lakshya Sen Live: લક્ષ્ય અને એક્સેલસેન વચ્ચેની સેમિફાઈનલ મેચ શરૂ

બાંગ્લાદેશની સ્થિતિ પર નજર
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ને લઈને બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ICC બોર્ડના સભ્યએ ESPN ક્રિકઇન્ફોને આપેલા નિવેદનમાં કહ્યું કે “આઇસીસી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી), તેમની સુરક્ષા એજન્સીઓ અને અમારા પોતાના સ્વતંત્ર સુરક્ષા સલાહકારો સાથે સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે. અમારી પ્રાથમિકતા તમામ ખેલાડીઓની સુરક્ષા છે. ટૂર્નામેન્ટ શરૂ થવાને હવે માત્ર 7 અઠવાડિયા બાકી છે.

આયોજન કરવા પર વિચાર
ICC હજુ પણ બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ એક માહિતી પ્રમાણે ICC મહિલા T20 વર્લ્ડ કપના આયોજન માટે બેકઅપ તરીકે ભારત, શ્રીલંકા અથવા UAEને પણ પસંદ કરવામાં આવી શકે છે.