December 19, 2024

Rohit Sharmaએ એક જ મેચમાં બનાવ્યા આ રેકોર્ડ, Kohli-Babar પણ પાછળ

IND vs IRE: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર શરૂઆત કરી દીધી છે. આયર્લેન્ડ સામેની મેચમાં જબરદસ્ત તેનું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં રોહિતે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આવો જાણીએ રોહિતે આ મેચ દરમિયાન ક્યાં બનાવ્યા રેકોર્ડ.

મહત્વની ભૂમિકા ભજવી
આઈપીએલ 2024થી તમામ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ટી20 વર્લ્ડ કપ 2024 પર છે. જેમાં ભારતીય ટીમના ખેલાડી રોહિતે તેના તરફ ધ્યાન ખેચ્યું છે. રે આયર્લેન્ડ સામેની મેચમાં પહેલા બોલરોનો તો જાદુ જોવા મળ્યો હતો. પરંતુ રોહિતે તો કોહલી-બાબરનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. .આ મેચમાં હિટમેન રોહિત શર્માએ 37 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે રોહિત T20 ઈન્ટરનેશનલમાં પોતાના 4000 રન પૂરા કરવામાં સફળ રહ્યો હતો. મહત્વની વાત એ છે કે 4000 આંકડાને સ્પર્શવા માટે સૌથી ઓછા બોલનો સામનો કર્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup 2024માં બન્યા આ 3 રેકોર્ડ

ખાસ સ્થાન હાંસલ કર્યું
આયર્લેન્ડ સામેની મેચમાં રોહિતે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. રોહિત હવે ત્રણેય ફોર્મેટમાં સંયુક્ત રીતે 600 છગ્ગા મારનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તમને જણાવી દઈએ કે રોહિતે ધોનીને પણ પાછળ છોડી દીધો છે. આ સાથે ઓછા બોલમાં 4000 આંકડાને સ્પર્શવા માટે સૌથી ઓછા બોલમાં આ આંકડા સુધી પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્લેઇંગ 11નો ભાગ રહીને રોહિતની એક ખેલાડી તરીકે 300મી જીત છે.

રેકોર્ડ નોંધાયો
રોહિત શર્મા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 1000 રનનો આંકડો પાર કરી દીધો છે. આવું કરનાર તે ત્રીજો ખેલાડી છે. રોહિત પહેલા આ રેકોર્ડ રાટ કોહલી અને મહેલા જયવર્દને બનાવ્યો છે. આ સિવાય રોહિત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજો એવો ખેલાડી છે જેના નામે 10 વખત 50 રન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. આ સાથે રોહિત શર્મા પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે કે જેના નામે 100 છગ્ગા મારવાનો રેકોર્ડ નોંધાયેલો છે.