December 27, 2024

T20 વર્લ્ડ કપ દરમિયાન ICCને થયું આટલા કરોડનું નુકસાન

T20 World Cup 2024: ટી-20 વર્લ્ડ કપ 2024 આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આઈસીસીએ આ ટૂર્નામેન્ટ દરમિયાન ઘણા પૈસા ખર્ચ્યા હતા. ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકામાં ICCને ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. T20 વર્લ્ડ કપ સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો હતો. વર્લ્ડ કપ મેચમાં ICCને કરોડોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ICCને ભારે નુકસાન થયું
આ વખતે ICC શ્રીલંકાની રાજધાની કોલંબોમાં તેની વાર્ષિક બેઠકનું આયોજન કરશે. આ બેઠક 19 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન યોજાશે. આ બેઠક દરમિયાન ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેના પર તમામ ક્રિકેટ ચાહકોની નજર જોવા મળી રહી છે. T20 વર્લ્ડ કપ મેચોની યજમાનીમાં સંસ્થા દ્વારા થયેલા US$20 મિલિયનથી વધુના નુકસાન અંગે ચર્ચા થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપના વીરનું વતનમાં ‘હાર્દિક’ સ્વાગત, રોડ-શોમાં લાખો લોકો જોડાયાં

ચર્ચા કરવામાં આવશે
ICCના 167 કરોડનું નુકસાન થયું છે. બોર્ડ દ્વારા ઇવેન્ટ પછીના અહેવાલમાં તેની ચર્ચા કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે ટી20 વર્લ્ડ કપ દરમિયાન ઘણી મેચોમાં સ્ટેડિયમ સાવ ખાલી જોવા મળ્યા હતા. એક માહિતી પ્રમાણે અમેરિકામાં રમાયેલી મેચો દરમિયાન ઘણા સ્ટેન્ડ ભરાયા ના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.