January 8, 2025

ઓગસ્ટ મહિનાના પ્લેયર ઓફ ધ મંથ માટે ICC એ ખેલાડીઓના નોમિનેશનનું કર્યું એલાન

ICC Player Of The Month: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ઓગસ્ટ મહિના માટે પ્લેયર મંથ ઓફ ધ મંથમાં નોમિનેટ થયેલા ખેલાડીઓના નામોની જાહેરાત કરી દીધી છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 2 મેચોમાં ટેસ્ટ સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સાઉથ આફ્રિકાની ટીમના અનુભવી સ્પિનર અને ભારતીય મૂળના કેશવ મહારાજનું નામ પણ સામેલ છે. તેના સિવાય વધુ 2 ખેલાડીઓમાં શ્રીલંકાના દુનિથ વેલ્લાલાગે અને વે્સ્ટ ઈન્ડિઝના જાયડન સીલ્સનું નામ પણ સામેલ છે. જેમાં બંનેનું ઓગસ્ટ મહિનામાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારૂં પ્રદર્શન જોવા મળ્યું હતું. આવામાં આમાંથી કયો ખેલાડી આ એવોર્ડને જીતવામાં સફળ થશે. તે જોવાનું ખુબ જ રસપ્રદ રહેશે.

વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ જીતવામાં કેશવની મહત્ત્વની ભૂમિકા હતી
સાઉથ આફ્રિકાની ટીમ ઓગસ્ટ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર હતી, જેમાં તેમણે ત્યાં રમાયેલ બંને જ ટેસ્ટ મેચમાં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝની પ્રથમ મેચ તો ડ્રો થઈ હતી પરંતુ બીજી મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે 40 રનથી જીત હાંસલ કરી હતી. કેશવ મહારાજે આ સિરીઝમાં કૂલ 13 વિકેટ 16.07ની સરેરાશથી હાંસલ કરી હતી. ત્યાં જ મહારાજે સિરીઝની પ્રથમ મેચમાં કૂલ 8 વિકેટ લીધી હતી. બીજી મેચમાં તે 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જો મહારાજ આ એવોર્ડ જીતવામાં સફળ થાય છે તો આ તેનો બીજો પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ હશે. ઓગસ્ટ મહિનામાં નોમિનેટ થયેલ ખેલાડીમાંથી એક નામ વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર જાયડન સીલ્સનું પણ સામેલ છે. જેણે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં કૂલ 12 વિકેટ 18.08ની સરેરાશથી હાંસલ કરી હતી.

આ પણ વાંચો: મસ્જિદ વિવાદને લઈને શિમલામાં માહોલ ગરમ, હજારો હિન્દુઓ ફરી રસ્તા પર ઉતર્યા

ભારત વિરૂદ્ધ સિરીઝમાં દુનિથ વેલ્લાલાગેએ કર્યું હતું શાનદાર પ્રદર્શન
પ્લેયર ઓફ ધ મંથ માટે આ વખતે નોમિનેટ થયેલ પ્લયર્સમાં ત્રીજું નામ શ્રીલંકાની ટીમના ઓલરાઉન્ડર ખેલાડી દુનિથ વેલ્લાલાગેનું છે, જેણે ભારત વિરૂદ્ધ ગત મહિને થયેલ વન-ડે સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. દુનિથ વેલ્લાલાગે એ આ સિરીઝના ત્રણ મુકાબલામાં બેટિંગથી જ્યાં 108 રન બનાવ્યા હતા ત્યાં જ બોલિંગમાં તેણે કૂલ 7 વિકેટ હાંસલ કરી હતી. દુનિથે આ શ્રેષ્ઠ પ્રદર્શનના દમ પર શ્રીલંકાની ટીમ આ સિરીઝમાં ભારતીય ટીમને 2-0થી માત આપવામાં સફળ રહી હતી.