આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે અને ક્યાં રમાશે?

ICC Champions Trophy 2029: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થઈ હતી. આજના દિવસે ટીમ ઈન્ડિયા ફાઇનલમાં માં ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ રહે છે, તો તે 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહેશે. ન્યુઝીલેન્ડની ટીમ આજની મેચ જીતે છે તો 25 વર્ષ પછી ટાઇટલ જીતવામાં સફળ રહેશે. વર્ષ 2000માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડે ફાઇનલમાં ભારતને હરાવીને પ્રથમ વખત ICC ટાઇટલ જીત્યું હતું. આજે ફરી બંને ટીમ ટકરાશે. હવે તમને સવાલ થતો હશે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે અને ક્યાં યોજાશે?

આ પણ વાંંચો: IND vs NZ Final LIVE: ભારતને મળી ત્રીજી સફળતા, કુલદીપ યાદવે વિલિયમસનને આઉટ કર્યો

આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે અને ક્યાં યોજાશે?
ICC ચેમ્પિયન્સ ટ્રોફી હવે 4 વર્ષ પછી આવશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી વર્ષ 2029માં આવશે. ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયામાં ઘણો બદલાવ આવશે. ખાસ વાત એ છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2029નું આયોજન ભારતમાં કરવામાં આવશે. ICC એ નવેમ્બર 2021 માં જ જાહેરાત કરી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2029 ભારતીય ભૂમિ પર રમાશે. હવે મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાનની ટીમ ઈન્ડિયામાં મેચ રમાવા માટે આવશે કે નહીં કે પછી મેચ માટે કરાર થશે.