ICC 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ આજે થઈ શકે છે જાહેર

ICC Champions Trophy 2025 Schedule: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આજના દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલની જાહેરાત કરી શકે છે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આ શેડ્યૂલના જાહેરાતની રાહ છેલ્લા ઘણા સમયથી જોવાઈ રહી છે. જોકે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને ફાઈનલ મેચ 9 માર્ચે રમાવાની છે.
ડ્રાફ્ટ શેડ્યૂલ મોકલ્યો હતો
આ વખતે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનું છે. આ માટેનું ડ્રાફ્ટ શેડ્યૂલ અંદાજે 3 મહિના પહેલા જ મોકલી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાને ટીમ ઈન્ડિયા સામેની મેચનું આયોજન લાહોરમાં નક્કી કર્યું હતું. પરંતુ ભારતે ઘણા કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની ના કહી દીધી હતી. આ પછી ખૂબ ચર્ચાઓ થઈ હતી. ભારત તરફથી હાઇબ્રિડ રીતે મેચ રમાઈ તેની ઓફર કરી હતી. પરંતુ પ્રથમ વારમાં ટીમ ઈન્ડિયાની આ વાતનો પાકિસ્તાનની ટીમે ઈન્કાર કરી દીધો હતો.
આ પણ વાંચો: રાજનેતા ઉતર્યા રમતના મેદાનમાં, અનુરાગનું ઓલ રાઉન્ડર જેવું પરફોર્મન્સ
આખરે આવ્યો નિર્ણય
છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચા થઈ રહી હતી કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં. આખરે નક્કી થઈ ગયું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો હાઈબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ઈન્ડિયાની તમામ મેચનું આયોજન દુબઈમાં કરવામાં આવશે.