IND Vs NZ: કઈ ટીમ જીતશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ, જાણો ઇન્દોર સટ્ટા બજારની આગાહી

ICC Champions Trophy: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલની મેચ આજે છે. ભારતીયની ઈચ્છા છે કે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હાર આપે અને ફાઈનલની મેચ જીતે. આ વચ્ચે સટ્ટા બજારમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પર પણ દાવ લગાવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોર સટ્ટા બજારમાં પણ ફાઇનલ મેચ અંગે આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી દરમિયાન ઈન્દોર સટ્ટા બજારે જે આગાહી કરી હતી તે સાચી પડી હતી. આવો જાણીએ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ અંગે ઇન્દોર સટ્ટા બજારની આગાહી.
આ પણ વાંચો: IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં કેવું રહેશે દુબઈનું હવામાન? જાણો
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ અંગે ઇન્દોર સટ્ટા બજારની આગાહી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમે બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા તમામ મેચ જીતીને ફાઈનલમાં પહોંચ્યું છે. આવી સ્થિતિમાં, ફાઇનલ મેચ ખૂબ જ શાનદાર રહેવાની છે. ઇન્દોર સટ્ટા બજારની આગાહી મુજબ ભારતીય ટીમ ફાઇનલમાં વિજેતા બનશે. રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે પણ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ અંગે આગાહી કરી છે. ફલોદી સટ્ટા બજારની આગાહી મુજબ, આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતશે અને વિજેતા બનશે. જોકે NewsCapital ઈન્દોર સટ્ટા બજારના કે પછી રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારના દાવાની પુષ્ટિ કરતું નથી.