December 26, 2024

ICCએ T20 WC માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત, કોહલી બહાર

Indian Players: T20 વર્લ્ડ કપ 2024 હવે પુર્ણ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ફાઈનલમાં માત આપીને T20 વર્લ્ડ કપ 2024માં વિજય મેળવ્યો છે. ટીમ ભારતનું આ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા એક પણ મેચ હાર્યા વગર ફાઈનલમાં પહોંચી ગઈ હતી અને એક પણ મેચમાં હાર્યા વગર જીત મેળવી છે.

ખેલાડીઓને સ્થાન મળ્યું
ICCએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વની વાત એ છે કે ફાઇનલ મેચમાં 76 રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલી તક આપવામાં આવી નથી. ખાસ વાત એ છે કે તેણે આઈપીએલ દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ વિરાટ T20 વર્લ્ડ કપમાં કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. પરંતુ ફાઇનલ મેચમાં તે સંપૂર્ણ રીતે લયમાં જોવા મળ્યો હતો. રોહિત શર્મા, રહેમાનુલ્લા ગુરબાઝ, માર્કસ સ્ટોઇનિસ, હાર્દિક પંડ્યા, નિકોલસ પૂરન, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ફઝલહક ફારૂકીને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં તક મળી છે.

આ પણ વાંચો: T20 World Cup 2024: તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ટીમ ઈન્ડિયા

જોરદાર પ્રદર્શન કર્યું હતું
6 ભારતીય ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓનું આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ ભારતને જીતાડવામાં મહત્વનો ફાળો આ 6 ખેલાડીઓનો રહ્યો હતો. રોહિત શર્માની વાત કરવામાં આવે તો તેણે આ ટૂર્નામેન્ટમાં 257 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે 2સ્થાને રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 92 રનની તોફાની ઇનિંગ રમી હતી.