ફોટા-વીડિયો વાયરલ કરી દઈશ… ધમકી આપી વિધર્મી યુવક આચરતો રહ્યો દુષ્કર્મ
Anand: રાજ્યમાં દિવસે-દિવસે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે નડિયાદમાં પસ મહીડાના કારસ્તાન બાદ આણંદમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાને ખોટી ઓળખ આપી વિધર્મીએ દુષ્કર્મ આચર્યું છે.
મળતી માહિતી અનુસાર આણંદમાં એક મહિલાને ખોટી ઓળખ આપી વિધર્મીએ દુષ્કર્મ આચર્યું છે. મકસુદ નામના 3 સંતાનોના પિતાએ મુકેશ નામ રાખી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મનો ભોગ બનનાર 30 વર્ષીય મહિલા 4 વર્ષથી મકસુદના સંપર્કમાં હતી. મહિલાને હિન્દુ નામની ઓળખ આપી લગ્નની લાલચ આપી હતી. જે બાદ મહિલાના ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નરાધમ દુષ્કર્મ આચરતો હતો. જોક, આણંદ ટાઉન પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: દાઉદ સાથે કનેક્શન… 1993માં બોમ્બ ધડાકો, શૂટરે બાબા સિદ્દીકીની મોત પર કર્યો ખુલાસો