January 16, 2025

‘મેં લોકતંત્ર માટે ગોળી ખાધી…’, જીવલેણ હુમલા બાદ પહેલી વખત ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા

Attack On Donald Trump: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 13 જુલાઈના રોજ જીવલેણ હુમલા બાદ તેમની પ્રથમ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે “ગયા અઠવાડિયે મેં લોકશાહી માટે ગોળી ખાધી હતી.” ડોનાલ્ડ ટ્રમ્પે લોકશાહી માટે ખતરો હોવાના દાવાઓને પણ ફગાવી દીધા હતા. મિશિગનમાં 12,000 સમર્થકોની ભીડને સંબોધતા ટ્રમ્પે કહ્યું, “હું બિલકુલ ઉગ્રવાદી નથી.” રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં રાષ્ટ્રપતિ માટે રિપબ્લિકન નોમિનેશન સ્વીકાર્યાના દિવસો બાદ ટ્રમ્પે ગ્રાન્ડ રેપિડ્સ મિશિગનમાં પ્રચાર શરૂ કર્યો.

ડેમોક્રેટ્સનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે, “હું તેના વિશે કંઈપણ જાણવા માંગતો નથી. પરંતુ તેઓ જે કરે છે તે ખોટી માહિતી છે અને તેઓ કહેતા રહે છે કે તે (ટ્રમ્પ) લોકશાહી માટે ખતરો છે.” “હું કહી રહ્યો છું, ‘મેં લોકશાહી માટે શું કર્યું? ગયા અઠવાડિયે, મેં લોકશાહી માટે ગોળી ખાધી,” ટ્રમ્પે પ્રોજેક્ટ 2025 સાથેના તેમના કથિત સંબંધોને પણ ફગાવી દીધા.

નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં બિડેન ટ્રમ્પને હરાવવા સક્ષમ છે કે કેમ તે અંગે ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોનો અભિપ્રાય વિભાજિત છે. શુક્રવારે ઓછામાં ઓછા 10 સભ્યોએ બિડેનના રાજીનામાની માંગ કરી હતી. આ બાબતે ટ્રમ્પે કહ્યું કે “તેઓ નથી જાણતા કે તેમનો ઉમેદવાર કોણ છે… આ વ્યક્તિ જાય છે અને વોટ મેળવે છે અને હવે તેઓ તેને છીનવી લેવા માંગે છે. આ લોકશાહી છે.”

આ પણ વાંચો: બજેટ 2024 પહેલાં ટામેટાએ બગાડ્યું મધ્યમ વર્ગના લોકોનું ‘બજેટ’, કિંમત 100ને પાર

તમને જણાવી દઈએ કે ડેમોક્રેટિક પાર્ટીમાં ચૂંટણીની રેસમાંથી બહાર નીકળવાની વધી રહેલી માંગ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગઈ કાલે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે અને આવતા સપ્તાહથી પ્રચાર ફરી શરૂ કરશે. બાઈડને કહ્યું, “હું આવતા અઠવાડિયે ફરીથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા આતુર છું જેથી કરીને હું લોકોને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રોજેક્ટ 2025 એજન્ડાના જોખમો વિશે ચેતવણી આપી શકું.” ઉપરાંત, હું અમેરિકા વિશે મારા વિઝનને લોકો સાથે શેર કરી શકું છું…”