December 23, 2024

હું 70 વર્ષના તમામ વડીલોની માફી માંગુ છું: PM મોદી

PM Narendra Modi criticized Bengal and Delhi governments: PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં TMC સરકાર અને દિલ્હીમાં AAP શાસનની આયુષ્માન ભારત યોજનાનો અમલ ન કરવા બદલ આકરી ટીકા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હું વડીલોનs ‘તેમની સેવા’ના કરી શકવા બદલ તેમની માફી માંગુ છું.

હકિકતે, દિલ્હી અને પશ્ચિમ બંગાળની સરકારોએ હજુ સુધી કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના લાગુ કરી નથી. નોંધનીય છે કે, આ યોજનામાં વૃદ્ધોને અનેક સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળે છે અને તાજેતરમાં જ સરકારે 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વૃદ્ધોને તેમાં સામેલ કર્યા છે. મંગળવારે એક નિવેદનમાં પીએમ મોદીએ દિલ્હી અને પશ્ચિમ બંગાળ સરકારની આ યોજનાને અત્યાર સુધી લાગુ ન કરવા બદલ આકરી ટીકા કરી હતી.

રાજકીય કારણોસર યોજનાનો અમલ થતો નથી
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હી અને બંગાળમાં વૃદ્ધો આયુષ્માન ભારત યોજનાનો લાભ નહીં મળે કારણ કે તેમની સરકારો રાજકીય કારણોસર તેનો અમલ નથી કરી રહી. નોંધનીય છે કે, પીએમ એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા જ્યાં તેમણે 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવા માટે કેન્દ્ર સરકારની ફ્લેગશિપ આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વિસ્તારવાની માહિતી આપી હતી.