December 29, 2024

‘મને પાકિસ્તાની હિન્દુ હોવા પર ગર્વ છે’, સવીરાનું ભારતને લઇ મોટું નિવેદન

Pakistan NEWS Capital

ભારત અને પાકિસ્તાનના સંબંધો પહેલેથી ખરાબ છે. પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓકતું રહે છે. પરંતુ આ વચ્ચે હવે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બુનેર સીટ પરથી પીપીપીની ટિકિટ પર ચૂંટણી લડનાર પ્રથમ હિન્દુ ઉમેદવાર ડૉ. સવિરા પ્રકાશે ભારત સાથે સારા સંબંધો જાળવવા પર ભાર મૂક્યો છે. સવીરાએ કહ્યું છે કે જો તે જીતશે તો તે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો સુધારવા માટે કામ કરશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે ખૈબર પખ્તુનખ્વામાં મહિલાઓના અધિકારોની લડાઈ તેમના એજન્ડામાં ટોચ પર છે. સવિરા પ્રકાશ ખૂબ જ શિક્ષિત છે અને વ્યવસાયે ડોક્ટર છે. પાકિસ્તાનનો લઘુમતી સમુદાય પણ ચૂંટણીમાં તેમની તરફ આશાની નજરે જોઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર 25 વર્ષની સવિરાએ કહ્યું કે તેને ‘બુનેર કી બેટી’નું બિરુદ મળ્યું છે. મુસ્લિમ ભાઈઓએ તેમને માત્ર મત આપવાનું આશ્વાસન જ નથી આપ્યું પણ તેમને સંપૂર્ણ સમર્થન પણ આપ્યું છે. સવિરા કહે છે કે દુનિયાનો સૌથી મોટો ધર્મ માનવતા છે અને તે આ ધર્મ માટે કામ કરશે. પીપીપીને ચૂંટણી લડવા માટે પસંદ કરવા અંગે ડૉ. સવિરાએ કહ્યું કે તેમના પરિવારનો પાર્ટી સાથે 37 વર્ષ જૂનો સંબંધ છે.
Pakistan- NEWS Capital
ભારત સાથેના સંબંધો સુધરવા અંગે વિશ્વાસ છે

સવિરાએ કહ્યું કે મને પશ્તુન સંસ્કૃતિનો હિસ્સો હોવાનો ગર્વ છે, પરંતુ જ્યારે મને સામાન્ય ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ મળી ત્યારે મને મુસ્લિમ ભાઈઓ તરફથી જે પ્રકારનું સમર્થન મળ્યું તેનાથી મારું મનોબળ હિમાલય કરતાં પણ ઊંચું થઇ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે, હું એક દેશભક્ત હિંદુ છું અને એક ખેડૂતની દીકરી છું. હું ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોમાં સકારાત્મક ભૂમિકા ભજવીશ.
આ પણ વાંચો :  ડ્રાઈવરોની હડતાલનો આવ્યો અંત ! શું હતી તેમની માગ ?

સવિરાએ તેમની પાર્ટી પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોની ગોવાની મુલાકાતને ભારત-પાકિસ્તાન સંબંધોને આગળ વધારવાની દિશામાં સકારાત્મક વિકાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે બિલાવલ ભુટ્ટો ઝરદારીની ભારત મુલાકાત અને પાર્ટીની ટિકિટ મળવી એ બંને દેશોના સંબંધોમાં સકારાત્મક વિકાસ છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ ચૂંટણી યોજાશે, જે દરમિયાન નેશનલ એસેમ્બલીની 266 સીટો માટે મતદાન થશે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 60 બેઠકો મહિલાઓ માટે અનામત છે, જ્યારે 10 બેઠકો લઘુમતી (બિન-મુસ્લિમો) માટે અનામત છે. નેશનલ એસેમ્બલીની સાથે સાથે 8 ફેબ્રુઆરીએ પ્રાંતના એસેમ્બલી માટે પણ મતદાન થશે.