December 26, 2024

હૈદરાબાદે IPLના ઈતિહાસમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર, એક મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારી

IPL 2024, RCB vs SRH Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 30મી મેચમાં ઘણા રેકોર્ડ નોંધાયા અને ઘણા જૂના રેકોર્ડ તૂટ્યા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 287 રન બનાવ્યા અને ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. ટી20 ક્રિકેટ ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર પણ છે. સનરાઇઝર્સ માટે ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી જ્યારે હેનરિક ક્લાસને શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં, સનરાઇઝર્સના મોટાભાગના બેટ્સમેનોએ 22 છગ્ગા ફટકાર્યા હતા, જે IPLના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય એક ઇનિંગમાં નથી ફટકારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ માટે અજીત અગરકર અને રાહુલ દ્રવિડને મળ્યા રોહિત શર્મા, કપાશે હાર્દિક પંડ્યાનું પત્તું!

નોંધનીય છે કે ગઇ કાલની મેચમાં ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ટ્રેવિસ હેટ અને અભિષેક શર્માએ સારી શરૂઆત કરી અને પાવરપ્લેમાં જ 76 રન બનાવ્યા. શર્મા અને હેડ સાથે મળીને ટીમને 8 ઓવરમાં 100થી આગળ લઈ ગયા હતા. 9મી ઓવરમાં 34 રન બનાવીને અભિષેક આઉટ થયો ત્યારે હેનરિચ ક્લાસેન ક્રિઝ પર આવ્યો અને હેડની સાથે તેણે હૈદરાબાદનો રનરેટ જાળવી રાખ્યો.

બીજી બાજુ હેડે 12મી ઓવરમાં ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. તેણે આઈપીએલના ઈતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી ફટકારી હતી. તે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ બન્યો હતો. જોકે, તે પોતાની સદી પૂરી કર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. તેણે 41 બોલમાં 102 રનની ઇનિંગ રમી અને 8 સિક્સર સાથે 9 ફોર પણ ફટકારી. તેના આઉટ થયા પછી, ક્લાસને તબાહી મચાવી દીધી અને 31 બોલમાં 67 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 7 સિક્સ અને 2 ફોર ફટકારી હતી.

ક્લાસેનના આઉટ થયા પછી, એડન માર્કરામ અને અબ્દુલ સમદે ચાર્જ સંભાળ્યો અને ઝડપથી બેટિંગ ચાલુ રાખી. બંનેએ મળીને 27 બોલમાં 69 રન બનાવ્યા હતા. તેણે 5 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. માર્કરામ 32 અને અબ્દુલ સમદ 37 રન બનાવીને અણનમ રહ્યા હતા. બેંગલુરુના 4 બોલરોએ 50થી વધુ રન આપ્યા હતા.રીસ ટોપ્લી સૌથી મોંઘો સાબિત થયો અને તેણે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા.