December 23, 2024

Rajkot: પત્નીની હત્યા કરી પતિએ બનાવી ફિલ્મી સ્ટોરી, ફૂટ્યો ભાંડો

રાજકોટ: ક્રાઈમના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ એવા એવા ક્રાઈમ સામે આવે છે કે જે આપણી કલ્પના તો ત્યાં પહોંચી જ શકતી નથી. ફિલ્મની સ્ટોરી પણ અહિંયા ટૂંકી પડે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. રાજકોટમાં પણ એવો જ કંઈક બનાવ સામે આવ્યો છે. પરંતુ મા-બાપના ઝઘડા વચ્ચે સંતાને હેરાન થવાનો વારો આવે છે.

ખોટી સ્ટોરી ઊભી કરી
રાજકોટમાં આવેલા જામનગર રોડ પર એક મકાનમાંથી મહિલાની હત્યા કરાયેલી હાલાતમાં મળી આવી હતી. ન્યુ કોર્ટ બિલ્ડીંગ સામે શિવસાગર સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં આ બનાવ સામે આવ્યો છે. ત્યાર બાદ તેમના પતિએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ipc 302, 394, 449, 452, 454, 457 સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

ગુનાની કબુલાત આપી
પોલીસે વધુ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે હત્યારો અન્ય કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પતિ જ છે. પોલીસની સામે ખોટી સ્ટોરી બનાવી અને રમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને ખોટી માહિતી આપી કે લૂંટના ઈરાદે મારી પત્નીની હત્યા થઈ હતી. પોલીસે તપાસ કરી અને તેમાં જાણવા મળ્યું કે તેનો પતિ જ તેનો હત્યારો છે. પરંતુ આ તમામ વચ્ચે બે વર્ષની દીકરીએ તેના માતા અને પિતા છત્રછાયા ગુમાવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં મહિલાઓ નથી સેફ
ગુજરાત જેવા રાજયમાં ક્રાઈમના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ, સુરત અને અમદાવાદમાં ક્રાઈમના દરમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે હવે એ કહેવું ખોટું પડશે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. આવનારા સમયમાં હજુ પણ હાલાત ખરાબ થઈ શકે છે. ગુજરાત પોલીસ પણ બનતું કાર્ય કરે છે. પરંતુ રાજયમાં આવારા તત્ત્વોમાં સતત વધારો થઈ રહ્યો છે.